(જી.એન.એસ રવિન્દ્ર ભદોરીયા) તા,૦૪
ગાંધીનગના પી.કે. ચૌધરી મહિલા વિનયન કોલેજમાં રજત જયંતિ મહોત્સવ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત નોન ગુજરાતીઓને લઇ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે એક ગુજરાતી દરેક ક્ષેત્રે આગળ છે. પરંતુ મને ચિંતા એ વાતની છે કે ગુજરાતી સારી જગ્યાએ નથી..! ગુજરાતનો ગુજરાતી આજે ભણીને અમેરિકા સુધી પહોચી ગયો પણ આઈ.એ એસ, આઈ.પી.એસ, સચિવ અને અધિક સચિવ બની સચિવાલયમાં કેમ નથી આવી શકતો…! એટલે આજે ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા નોન ગુજરાતી વધારે છે જે સારી સારી જગ્યા ઉપર બેઠા છે. ત્યારે અધિકારી બનીને બેઠેલા ઓફીસરો ગુજરાતી ભાષા બોલવામાં ભૂલ કરે છે. જેથી ગુજરાતની સમસ્યાને લઇ આજે હું વધારે ચિંતિત છુ કે આપણો ગુજરાતી કેમ ઓફીસર નથી બની શકતો..? આજે ગુજરાતની સમસ્યાને લઇ જો વ્યક્તિ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ ઓફિસરો પાસે જાય તો ભાષાને લઇ મુશ્કેલીઓ ઉભી થાય છે જેના કારણે આજે ગુજરાતનો વ્યક્તિ ભાષા ઓળખવામાં ભૂલ કરી જાય છે.એક વર્ષ પહેલા ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પણ હિન્દી ભાષાને લઇ વિવાદિત બયાનબાજી કરી હિસાનો માહોલ ઉભો કર્યો હતો. અને કેટલાક ઉત્તરભારતીય લોકો પોતાના મૂળ વતન જવા રવાના થયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એ સમયે જણાવ્યું કે ગુજરાતના વિકાસમાં નોન ગુજરાતી નો ફાળો બહુ અમુલ્ય રહ્યો છે. પરતું આજે ફરી એક વાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હિન્દી ભાષીને લઇ નિવેદનબાજી કરી લાગણીને ઠેસ પહોચડવાનો પ્રયાસ કર્યો છે.
નીતિન પટેલના આ વિવાદિત નિવેદનના પગલે સુત્રોએ જણાવ્યું કે આજે ગુજરાતમાં એક કરોડ ૨૬ લાખ હિન્દી ભાષી લોકો વસવાટ કરે છે. હિન્દી ભાષી વિસ્તારોના ધારાસભ્ય પણ ભાજપથી આવે છે. કેમ વાંરવાર ગુજરાતમાં પરપ્રાંતીય લોકોને મુદ્દો બનાવી તેના ઉપર રાજકીય રોટલા શેકવામાં આવે છે તે એક મોટો સવાલ છે…!! આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ભોગવી રહી છે. ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઇ દેશમાં નિવેદનબાજી પણચાલી રહી છે. પરતું આજે ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત ભાષાને લઇ બયાનબાજી ની શરૂઆત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શરુ કરી છે. પરપ્રાંતીય લોકોને લઇ નાયબ મુખ્યમંત્રી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે કેમ નોન ગુજરાતી ગુજરાતમાં અધિકારી બનીને બેઠો છે. આજે ગુજરાતમાં પણ એક પ્રકારથી ગુજરાતીઓ હિન્દી બોલવાનું પસંદ કરે છે પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને હજુ ખબર નથી કે ગુજરાતીઓ પણ હિન્દી ભાષાના ચાહક બની ગયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.