Home ગુજરાત વિવાદ બાદ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા

વિવાદ બાદ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા

13
0

(GNS),03

સાળંગપુર મંદિરમાં વિવાદ બાદ તમામ ગેટ આજે રવિવારે બંધ કરી દેવાયા છે. મંદિરની ફરતે ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવાયો છે. વિવાદ વચ્ચે સાળંગપુર મંદિરના દરવાજા બંધ કર્યા બાદ ફરી ખુલ્યા હતા. જેને કારણે ભક્તો અટવાયા હતા. વહેલી સવારથી ભક્તો હેરાન પરેશાન થતાં ભક્તોમાં રોષ ઉઠ્યો હતો. દર્શનાર્થીઓના રોષને જોતા હાલ ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ એક ગેટ દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે.

સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિત્રોનો વિવાદ વકરતાં મંદિરના ગેટ બંધ કરાયા છે. તમામ ગેટ બંધ કરાતા દર્શનાર્થે આવેલાં ભક્તો હેરાન-પરેશાન થયા હતા. દર્શન કરવા આવેલા ભક્તો માટે પણ ગેટ બંધ કરાયા હતા. દરવાજા બંધ કરાતા ભક્તોએ દાદાના દર્શન કરવા માટેની માગણી કરી હતી. સાળંગપુરમાં આવેલા ભક્તોએ કહ્યું કે, ભીંત ચિત્રોનો જે વિવાદ હોય તે તાત્કાલિક હટાવવા જોઈએ. હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી, તેઓ માત્ર રામના દાસ છે. વિવાદ જે કંઈપણ હોય પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. ભક્તોના વિવાદ બાદ દર્શનાર્થીઓના રોષને જોતા ગેટ ખોલવામાં આવ્યા હતા. એક ગેટ દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિલાયન્સે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પહેલા ‘કેમ્પા ક્રિકેટ’ ડ્રિંક લોન્ચ કર્યું
Next articleસાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવવા રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી