(જી.એન.એસ),તા.૧૩
મુંબઈ,
વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે. તે વર્તમાન સમયનો મહાન બેટ્સમેન છે. ચાહકો તેને જોવા માટે ઉત્સુક છે. તે જ્યાં પણ જાય છે તેના ચાહકો હાજર હોય છે. પરંતુ કોહલી આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપમાં જોવા નહીં મળે એવા સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ વાત સાંભળી ઈંગ્લેન્ડનો પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ચોંકી ગયો છે. આઈસીસીએ આ વર્લ્ડ કપની મેચો અમેરિકામાં યોજવાનો નિર્ણય લીધો છે જેથી ત્યાં ક્રિકેટને પ્રમોટ કરી શકાય. આ કારણે ICCએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમેરિકામાં યોજવાનો નિર્ણય લીધો છે. આ મેચની ગણના ક્રિકેટની દુનિયાની સૌથી હાઈ વોલ્ટેજ મેચોમાં થાય છે અને જ્યાં પણ આ મેચ થાય છે ત્યાં દર્શકોનો પૂર આવે છે.
કોહલીના T20 વર્લ્ડ કપ ન રમવાના સમાચાર આવતા જ બ્રોડ ગુસ્સે થઈ ગયો. બ્રોડે સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેણે લખ્યું કે આ સાચું ન હોઈ શકે. તેણે લખ્યું કે પ્રશંસકોને ધ્યાનમાં રાખીને ICCએ અમેરિકામાં મેચનું આયોજન કર્યું, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે જે ન્યૂયોર્કમાં રમાવાની છે. તેણે લખ્યું કે વિરાટ આખી દુનિયાનો સૌથી મોટો ખેલાડી છે અને તેણે આશા વ્યક્ત કરી કે કોહલીની પસંદગી થશે.
બીસીસીઆઈનું માનવું છે કે વિરાટ વેસ્ટ ઈન્ડિઝની ધીમી પિચો માટે યોગ્ય નથી, જ્યારે ટીમ પાસે ટી-20 ફોર્મેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેઓ તેના કરતા ઝડપી રન બનાવી શકે છે. બીસીસીઆઈનું માનવું છે કે ટીમને જે જોઈએ છે તે કોહલી આપી શકતો નથી. BCCIએ વિરાટ કોહલીના ભાવિ અંગેનો નિર્ણય મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને સોંપ્યો છે. અજીત અગરકરને તેમને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી યુવા ખેલાડીઓ માટે જગ્યા બનાવી શકાય. પરંતુ જો વિરાટ કોહલી IPLમાં જોરદાર પ્રદર્શન બતાવે છે તો ટીમમાં તેની જગ્યા બની શકે છે. તેથી, IPL 2024 કોહલી માટે ખૂબ જ ખાસ રહેવાનું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.