(GNS),27
ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યારે દેખાયો ત્યારે કોહલી તેની કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. આ ખાસ દિવસે કોહલીએ એક એવું કામ કર્યું જે આ માઈલસ્ટોન સુધી પહોંચેલા 9 દિગ્ગજ ખેલાડીઓ અગાઉ નથી કરી શક્યા. વિરાટે તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી હતી. આ ખાસ મેચમાં સદી ફટકાર્યા બાદ વિરાટે સચિન તેંડુલકરના કેટલાક રેકોર્ડ પાછળ છોડી દીધા છે. સચિને 500 આંતરરાષ્ટ્રીય મેચો સુધી 75 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 76 સદી ફટકારી છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થાન સુધી પહોંચવા માટે વિરાટે માસ્ટર બ્લાસ્ટર કરતા ઓછી ઇનિંગ્સ રમી અને તેના કરતા વધુ રન બનાવ્યા. સચિનના આ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે વનડેનો વારો છે. ટેસ્ટ ક્રિકેટમાં એવું કહી શકાય કે દુનિયામાં એક-બે એવા ખેલાડી છે જે કોહલીને ટક્કર આપી શકે છે, પરંતુ વાઇટ બોલ ક્રિકેટમાં વિરાટ અજોડ સાબિત થયો છે. વન-ડેમાં વિરાટની આસપાસ દુનિયામાં કોઈ બેટ્સમેન નથી, પછી તે સદી હોય કે એવરેજ. વિરાટ કોહલી ODI ક્રિકેટમાં 13000 રન પૂરા કરવાથી માત્ર 1 સદી દૂર છે. રન મશીનને આ પોઈન્ટ સુધી પહોંચવા માટે માત્ર 102 રનની જરૂર છે.
ભારતીય ટીમ 27 જુલાઈથી વિન્ડીઝ સામે વનડે સીરીઝની શરૂઆત કરશે. વિરાટ કોહલી જે ફોર્મમાં છે તે જોઈને અનુમાન લગાવી શકાય છે કે વિરાટ આ જ સિરીઝમાં આ સિદ્ધિ પણ હાંસલ કરશે. 1 સદી બાદ વિરાટ ODI કરિયરમાં માત્ર 13000 રન જ નહીં પૂરા કરશે પરંતુ સચિન તેંડુલકરના રેકોર્ડને પણ આંબશે. આટલું જ નહીં રિકી પોન્ટિંગથી લઈને જયસૂર્યા સુધી બધા પાછળ રહી જશે. વિરાટે ODI ક્રિકેટમાં જે ઝડપે રન બનાવ્યા છે તેટલી ઝડપે ક્રિકેટના વિશ્વ ઈતિહાસમાં કોઈ રન બનાવી શક્યું નથી. વિરાટ કોહલીએ અત્યાર સુધી માત્ર 274 મેચ અને 265 ઇનિંગ્સમાં 12898 રન બનાવ્યા છે. વિરાટ 13 હજાર રનથી માત્ર 102 રન દૂર છે, તે આ સીરીઝમાં જ 13000 રન પૂરા કરશે અને વિશ્વમાં નંબર-1 બની જશે. આ દરમિયાન કોહલીના નામે સૌથી ઝડપી 13000 રન પૂરા કરવાનો આવો રેકોર્ડ નોંધાશે, જે વિશ્વના કોઈ પણ બેટ્સમેનો માટે ખૂબ જ મુશ્કેલ કામ છે. વિરાટના ODI આંકડાઓની વાત કરીએ તો તેણે 46 સદીની મદદથી 57.3ની એવરેજથી 12898 રન બનાવ્યા છે. વિશ્વના વર્તમાન ખેલાડીઓએ વિરાટ જેટલી સદી ફટકારી નથી. વિરાટે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 સદી ફટકારી છે. હવે જોવાનું એ રહેશે કે કોહલી વર્લ્ડ કપ અને એશિયા કપમાં બેટથી કેવો દેખાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.