(જી.એન.એસ),તા.૨૨
વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિરાટ કોહલીનું નામ પાછું ખેંચવાની માહિતી આપી હતી. BCCIએ વિરાટ કોહલીને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેમાં ભારતીય બેટ્સમેનનું નામ પાછું ખેંચવાના કારણો સામે આવ્યા હતા. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું, “વ્યક્તિગત કારણોથી વિરાટ કોહલીએ BCCIને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચવા વિનંતી કરી છે.”
BCCI તેમના નિર્ણયનું સન્માન કરે છે અને ટીમ મેનેજમેન્ટ અને સ્ટાર બેટ્સમેનને સમર્થન આપે છે અને બાકીના સભ્યોની શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતામાં વિશ્વાસ છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “બીસીસીઆઈ મીડિયા અને પ્રશંસકોને વિનંતી કરે છે કે તે આ સમયે વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને અંગત કારણોસર અટકળો કરવાનું ટાળે. ભારતીય ટીમને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.