(GNS),20
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ODI વર્લ્ડકપમાં સતત ચોથી જીત નોંધાવી છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 97 બોલમાં 103 રનની ઈનિંગ્સ રમી હતી. વિરાટે બાંગ્લાદેશ સામે સદી ફટકારતાની સાથે જ વર્ષ 2011નો સંકેત આપી દીધો છે. હવે ભારત માટે વર્લ્ડકપ જીતવા માટે સંપૂર્ણ સમીકરણ રચાઈ રહ્યું છે..
ભારતીય ટીમે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમેલી ચારેય મેચોમાં જીત મેળવીને 8 પોઈન્ટ મેળવી લીધા છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પણ પોતાની ચારેય મેચ જીતી છે અને નેટ રન રેટના આધારે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. હવે જે બન્ને ટીમો પોતાની શરુઆતની 4-4 મેચ જીતીને ટોપ પર રહી છે તેમની વચ્ચે જ ટક્કર થવાની છે. આ મેચ પહેલા દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે..
વાસ્તવમાં, 2011 વર્લ્ડકપમાં ભારતે તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં ડેબ્યૂ કર્યું હતું અને શાનદાર સદી ફટકારી હતી. વિરાટની આ સદીને વર્ષ 2023ની સદી સાથે જોડવામાં આવી રહી છે. વિરાટે 2011માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી ત્યારે ભારતે વર્લ્ડકપ જીત્યો હતો. ફરી એકવાર વિરાટે બાંગ્લાદેશ સામે સદી ફટકારી છે, તો શું ભારત ફરીથી વર્લ્ડકપ જીતી શકશે? આવા સમીકરણો રચાઈ રહ્યા છે. પરંતુ ટાઈટલ કોણ કબજે કરશે તે તો ફાઈનલ મેચ બાદ જ ખબર પડશે..
વિરાટ 2015 અને 2019 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ફ્લોપ રહ્યો હતો. 2015 ODI વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે રમતી વખતે વિરાટ કોહલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન તેણે 8 બોલનો સામનો કર્યો હતો. જો કે તે મેચ ભારતે જીતી હતી. 2019ના વર્લ્ડકપની વાત કરીએ તો ત્યાં પણ વિરાટનું બેટ ચાલ્યું નહોતું અને તે સતત નિષ્ફળ સાબિત થયો હતો. તે 27 બોલમાં 26 રન બનાવી શક્યો હતો..
ભારતની આગામી મેચ કઈ ટીમ સામે છે?.. જે જણાવીએ, ભારતે તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આ મેચ 22 ઓક્ટોબરે ધર્મશાલા સ્ટેડિયમમાં રમાશે. ભારતની જેમ જ ન્યૂઝીલેન્ડની ટીમે અત્યાર સુધીની તેની તમામ 4 મેચ જીતી છે. હવે આ બન્ને ટીમમાંથી જે વિજેતા થશે તે પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી શકે છે. મહત્વનું છે કે હાલ ન્યૂઝીલેન્ડ ટોપ પર છે અને ભારત પોઈન્ટ ટેબલ પર નેટ રન રેટના આધારે બીજા નંબર પર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.