(જી.એન.એસ)તા.12
વિરમગામ,
વિરમગામના એક ગોડાઉનમાં વરસાદી પાણી ભરાતા ડાંગરનો જથ્થો પલળી જવાથી મોટું નુકસાન થયુ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની બેદરકારીના કારણે વિરમગામમાં 2.15 કરોડ રૂપિયાની કિમતનો ડાંગરનો જથ્થો પલળી ગયો. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વિરમગામમાં ડાંગરનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગોડાઉનમાં વરસાદી પાણી ભરાતા ડાંગરનો જથ્થો પલળી જવાથી નુકસાન થયુ છે. ડાંગરના જથ્થાને સાણંદના ગોડાઉનમાં ખસેડવાનો નિર્ણય કરાયો, જેના માટે સરકારને અંદાજે 33.10 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવી માહિતી મળી છે. રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલા ડાંગરના જથ્થાનો સંગ્રહ કરાયો હતો. ડાંગરના સંગ્રહ માટે વિરમગામમાં બિલ્ડવેલ કોર્પોરેશન કંપનીના ત્રણ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યાં હતા. ઑગસ્ટ મહિનાના અંતમાં વિરામગામમાં ખાબકેલા ધોધમાર વરસાદના પાણી ભાડે રાખેલા ગોડાઉનમાં ભરાઈ ગયા હતા. જેના કારણે ગોડાઉનમાં સગ્રહ કરેલો ડાંગરનો જથ્થો પલળી જતા નુકસાન થયું છે. જેમાં ગોડાઉન સંચાલકોની પણ મોટી બેદરકારી સામે આવી છે. હવે વિરામગામના ગોડાઉનમાંથી સાણંદના ગોડાઉનમાં ડાંગરનો જથ્થો ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.