(જી.એન.એસ),તા.૧૧
નવીદિલ્હી,
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં જો કોઈ એક ટીમ સૌથી રોમાંચક મેચોનો ભાગ રહી હોય તો તે દિલ્હી કેપિટલ્સ છે. ગત્ત સીઝનની રનર-અપ દિલ્હી કેપિટલ્સને આ સીઝનની પહેલી જ મેચમાં છેલ્લા બોલ પર હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ તેને 1 રનથી હાર મળી હતી. મેગ લૈનિંગની કેપ્ટનશીપ વાળી ટીમે આ વખતે જીત મેળવી છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરને 1 રનથી હાર આપી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવાર 10 માર્ચના રોજ સુપર મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરી અને 181 રનનો સ્કોર કર્યો હતો. ગત્ત મેચમાં યુપી વોરિયર્સ વિરુદ્ધ 139 રનનો લક્ષ્યાંક મેળવવામાં અસફળ રહી હતી. દિલ્હીની બેટિંગ આ વખતે દમદાર રહી, તેના માટે શેફાલી વર્મા અને મેગ લૈનિંગની ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં જ 50 રન પુરા કર્યા હતા.
જેમિમા રોડ્રિગ્જ અને એલિસ કેપ્સીએ વિસ્ફોટક ઈનિગ્સ રમી હતી. ભારતીય બેટ્સમેન રોડ્રિગ્જે પહેલા બાઉન્ડ્રીમાં વરસાદ કર્યો અને માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ એલિસ કૈપ્સીએ પણ રનનો ઢગલો કરી દીધો. બંન્ને વચ્ચે 97 રનની પાર્ટનરશીપ થઈ હતી. છેલ્લી ઓવરમાં બેંગ્લોરને 17 રનની જરુર હતી. ઋચાએ પહેલા અને પાંચમા બોલ પર સિક્સ ફટકારી જીતની આશા જગાવી હતી. છેલ્લા બોલ પર 2 રનની જરુર હતી પરંતુ જેસ જોનાસનના બોલને ઋચાએ સીધો ફિલ્ડરના હાથમાં આપ્યો હતો. શેફાલી વર્માનો થ્રો સીધો જોનાસનના હાથમાં આવ્યો. જેમણે ઋચાને રન આઉટ કર્યો અને ટીમ 1 રનથી મેચ જીતી ગઈ હતી. આ સાથે તેમણે ટોપ-3માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.