Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી વિમાન કંપનીઓ 1500થી 1700 વિમાનનો ઓર્ડર આપી શકે છે.દેશમાં પાંચ લાખ રોજગારી...

વિમાન કંપનીઓ 1500થી 1700 વિમાનનો ઓર્ડર આપી શકે છે.દેશમાં પાંચ લાખ રોજગારી સર્જાશે

67
0

(જી.એન.એસ) તા.16


નવી દિલ્લી


એર ઇન્ડિયાના એરબસ અને બોઇંગ સાથે 470 વિમાન ખરીદવાના સોદાથી ભારતમાં નવા આકાશી યુદ્ધના સંકેત મળી રહ્યાં છે. એર ઇન્ડિયા પછી દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન્સ ઇન્ડિગો પણ 500 વિમાન ખરીદીનો સોદો કરી શકે છે. એવિયેશન કન્સલ્ટન્સી સીએપીએએ શક્યતા વ્યક્ત કરી છે કે, આગામી એક બે વર્ષમાં ભારતીય વિમાન કંપનીઓ 1500થી 1700 વિમાનનો ઓર્ડર આપી શકે છે.


આ સોદા અંગે અમેરિકન પ્રમુખ બાઇડેને કહ્યું છે કે, અમેરિકામાં દસ લાખ નવી નોકરી સર્જાશે. ભારતમાં પણ પાંચ લાખથી વધુ રોજગારીનું સર્જન થશે, જેમાં એક લાખ નોકરી પ્રત્યક્ષ અને ચાર લાખથી વધુ અપ્રત્યક્ષ હશે. નિષ્ણાતોના મતે, એર ઇન્ડિયામાં જૂન 2022ના આંકડા પ્રમાણે 12 હજારથી વધુ કર્મચારી છે. તેમાં આઠ હજારથી વધુ સ્થાયી છે, જ્યારે બાકીના કોન્ટ્રાક્ટ પર છે. આ પૈકી અનેક લોકો થોડા સમયમાં નિવૃત્ત થશે અને તેથી હાયરિંગ પ્રોસેસ પણ ઝડપી બનશે. એર ઇન્ડિયાને એક વિમાન હેન્ડલ કરવામાં 133 લોકની જરૂર પડે છે. જો ઇન્ડિગો અને અન્ય એરલાઇન્સના ઓર્ડર સામેલ કરીએ તો રોજગારી સર્જનના આંકડા વધી શકે છે. આ દરમિયાન બેંગલુરુમાં ચાલતા એર શૉમાં બોઇંગે કહ્યું છે કે, તેઓ ભારતમાં રૂ. 200 કરોડનું રોકાણ કરશે.એવિઅેશન એનાલિસ્ટ માર્ક માર્ટિનના મતે,નવા વિમાનોથી એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય રૂટ પર હાજરી વધારશે, જેમાં હાલ ગલ્ફ કેરિયર, લુફ્થાન્સા અને સિંગાપોર એરલાઇન્સનો દબદબો છે. હકીકતમાં અમેરિકા, યુરોપના અન્ય દેશોમાં જવા ભારતીયોને ફક્ત એમિરેટ્સ, કતાર એરવેઝ, એતિહાદ અને મિડલ ઇસ્ટર એરલાઇન્સના વિકલ્પ મળે છે. જોકે, વાઇડબોડી વિમાન મળ્યા પછી એર ઇન્ડિયા ગલ્ફ એરલાઇન્સને પડકારી શકે છે. એર ઇન્ડિયા નોન સ્ટોપ ફ્લાઇટ ચલાવીને સીધા અમેરિકા, ઓસ્ટ્રેલિયાના માર્કેટમાં પણ હાવી થઇ શકે છે. ભારતીયોના કારણે આ બંને રૂટ સારી એવી કમાણી આપનારા છે.દેશમાં હવાઇ ટ્રાફિકઃ સ્થાનિક ટ્રાફિકમાં વાર્ષિક 64.4%નો વધારો, નવા વિમાનોથી તે હજુ વધશેડીજીસીએના મતે, ગયા વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સ્થાનિક વિમાનોમાં 8.74 કરોડ લોકોએ પ્રવાસ કર્યો. આ આંકડો 2021ના આ જ ગાળામાં 5.31 કરોડ હતો. એટલે કે દેશમાં હવાઇ

ટ્રાફિક વાર્ષિક 64.61%ના દરે વધી રહ્યો છે. નવા
વિમાનોની સંખ્યા વધવાથી રૂટ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડશે.દિલ્હી-મુંબઇ એરપોર્ટ પર કતારો લાગે છે. વિકલ્પ શોધવા પડશે.પ્રવાસીઓને આકર્ષવા ગલ્ફ એરની તુલનામાં પ્રાઇઝ વૉરમાં ઉતરવું પડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએલએસી પર ચીનની અવળચંડાઇ સામે કેન્દ્રનો મોટો નિર્ણય,સરહદે 9400 જવાન તહેનાત કરાશે
Next articleકુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા