Home ગુજરાત “વિભૂષા” તેરી યહી કહાની, હવા મે દુર્ગંધ આંખો મે પાની…જીયે તો જીયે...

“વિભૂષા” તેરી યહી કહાની, હવા મે દુર્ગંધ આંખો મે પાની…જીયે તો જીયે કૈસે…!

1085
0

(જી.એન.એસ) અમદાવાદ, તા.16
અમદાવાદમાં ચોમાસા દરમિયાન ગટરો ઉભરાય તેવા દ્રશ્યો જેને વિવિઆઇપી વિસ્તાર કહેવામાં આવે છે તેવા બોપલ અને ઘુમામાં મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ આવે તો રૂમાલથી નાક દબાવી દેવું પડે એવું ગટરોનું માથું ફાટી જાય એઈ દુર્ગંધ મારતું પાણી કરોડો રૂપિયાના વિભુષા બંગલાની બહાર નદી નાળા ની જેમ વહી રહ્યું છે અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તો પણ નવાઈ નહિ. અનેકવાર આ અંગે રજૂઆત કરવા છતાં જાણે કે બોપલ-ઘુમા ધણીધોરી વગરના હોય તેમ કોઈ સત્તાવાળાઓએ દુર્ગંધ મારતા વિસ્તારની કે લોકોની મુલાકાત લીધી નથી. આ વિસ્તારમાં આઇપીએસ કક્ષાના ઊંચા હોદ્દા ધરાવતા અધિકારીઓ રહેતા હોવા છતાં તંત્રના કાનની જૂ પણ હલી નથી.
બોપલ ઘુમા ક્રીમ વિસ્તાર ગણાય છે. અહી ૪૦૦ કરતા વધુ બંગલાઓનો વિભુષા બંગલો વિસ્તાર છે. પરંતુ છેલા કેટલાક દિવસથી ગટરો ઉભરાતા ગંદુ અને રોગચાળો ફેલાય તેવું પાણી નદી નાળા ની જેમ રોડ પર વહી રહ્યાં છે. એવા રોગીષ્ટ પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. હવામાં રોગીષ્ટ પાણી ની દુર્ગંધથી હવા પણ પ્રદુષિત બની છે. અત્યારે બોપલ ઘુમામાં કોઈ ઘુમવા આવે તો જોઇને એમ જ કહે કે તે બોપલ ઘુમા છે કે કોઈ ગંદી ચાલમાં….! એવી કફોડી અને કપરી હાલત ગટરના પાણીથી સર્જાઈ છે. ખાસ કરીને બાળકો અને બિમાર લોકોની તો હાલત ખરાબ થઇ જાય તેમ છે.
લીકેજ અને ઉભરાતી ગટરો અંગે રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર કે લોકોને અડધી રાત્રે મારા ઘરે આવજો એમ કહીને વોટ લઇ જનારા પ્રજાના કોઈ પ્રતિનિધિઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી નથી. લોકો સ્થાનિક તંત્રને ટેક્ષ ભરવા છતાં હાલાકી ભોગવી રહ્યા છે. શું કોર્પોરેટર કે ચેરમેન કે મ્યુનિ.ના કોઈ અધિકારીને બોપલ- ઘુમાની આ સમસ્યા નજરે પડતી નથી….? ગેરકાયદે બાંધકામના તોડપાણી માટે ફાઈલ અડધી મુકીને ફટાફટ પહોંચતા તંત્રના કોઈને આ ઉભરાતી ગટરો નથી દેખાતી….? શું તેમને ગટરના પાણી માંથી ગુલાબની મહેંક આવે છે….? સૌથી ઝડપથી વિકસતા બોપલ ઘુમા ની આવી હાલત જન પ્રતિનિધિઓ માટે શરમજનક છે. એ પહેલા કે બોપલ ઘુમા માં આ રોગીષ્ટ દુર્ગંધ પાણીથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર જાગે અને જ્યાંથી ગટર લીકેજ છે કે તૂટી ગઈ હોય તો તેનું સમારકામ સત્વરે હાથ ધરે એવી લાગણી સ્થાનિક લોકોમાં પ્રવર્તી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field