(જી.એન.એસ), તા.૪ નવી દિલ્હીઃ
એર ઈન્ડિયા કર્મચારી સાથે ગેરવર્તન કરીને ચર્ચામાં આવેલા શિવસેના સાંસદ ગાયકવાડે ઝીરો અવર દરમિયાન લોકસભામાં પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું હતું કે, વિનમ્રતા મારો સ્વભાવ છે. મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. કોઈ પણ તથ્ય જાણ્યા વગર તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે.
શિવસેનાના સાંસદ રવીન્દ્ર ગાયકવાડ આજે નવી દિલ્હી ખાતે શિવસેના સાંસદ સંજય રાઉતને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ સંસદમાં હાજર રહ્યા હતા. એર ઈન્ડિયાના સ્ટાફને ચંપલથી ફટકાર્યા બાદ ગાયકવાડ સતત ચર્ચામાં રહ્યા છે. દરમિયાન શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે, શિવ સૈનિક ક્યારેય ભાગતો નથી.
શિવસેના સાંસદ રવીન્દ્ર ગાયકવાડે આખરે વિમાન પ્રવાસ કરીને બતાવ્યો છે. ગાયકવાડ આજે ચાર્ટર્ડ ફ્લાઈટથી દિલ્હીમાં દાખલ થયા હતા. એર ઈન્ડિયા સહિત બધી વિમાન કંપનીઓએ પ્રવાસબંધી લાગુ કરતાં ભીંસમાં આવતાં ખાનગી વિમાનનો વિકલ્પ પસંદ કરીને ગાયકવાડે વિમાન પ્રવાસની જીદ પૂરી કરી છે.
ગાયકવાડે એર ઈન્ડિયાના અધિકારીને ચપ્પલથી મારઝૂડ કરતાં ખળભળાટ મચી ગયો હતો. સંબંધે એર ઈન્ડિયાએ ગાયકવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને એર ઈન્ડિયાના વિમાનનાં દ્વાર તેમને માટે બંધ કર્યાં છે. પછી બધી વિમાન કંપનીઓએ એર ઈન્ડિયાનો સાથ આપીને ગાયકવાડ સામે પ્રવાસ બંધી લાદી છે. સંબંધે તીવ્ર પડઘા સંસદમાં પણ પડ્યા હતા. શિવસેનાના સાંસદોએ મુદ્દો ઊંચકીને ગાયકવાડ પર વિમાનબંધી એક રીતે આતંકવાદ છે, એવો આરોપ શિવસેનાના સાંસદોએ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.