એમ.એસ.યુનિની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની શરૂઆત હિંસાથી થઇ હતી. વિદ્યાર્થીસંઘની ચૂંટણી યોજાવાની ના હોવા છતાં યુનિટ બિલ્ડિંગ પર પ્રચાર મુદ્દે એનએસયુઆઈ-એજીએસયુ વચ્ચે મારામારી થઇ હતી. સમાધાન માટે આવેલા યુજીએસ અને વીજીલન્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઢોલ નગારા, ચોકલેટ, ફૂલ સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ યુનિટ બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈ-એજીએસયુ વચ્ચે પ્રચાર મુદે મારા મારી થઇ હતી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સામે એનએસયુઆઈ-એજીએસયુ નેતાઓ સ્પીચ આપતા હતા ત્યારે ધક્કો વાગતા બોલાચાલી બાદ ઝગડો યુનિટ બિલ્ડિંગની બહાર સુધી પહોંચ્યો હતો. એનએસયુઆઈના આગેવાનો અને એજીએસયુના આગેવાનોએ બંને જૂથોના વિદ્યાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
વીજીલન્સ ટીમ પહોંચવા છતાં બંને જૂથો વચ્ચે વિવાદ ચાલુ રહ્યો હતો. સામ સામે સૂત્રોચ્ચાર અને લડી લેવાના મુડમાં આવી ગયેલા સંગઠનોને વીજીલન્સે અટકવ્યા હતા. જ્યારે પૂર્વ યુજીએસ રાકેશ પંજાબી સમાધાન કરાવવા આવી પહોંચ્યા હતા. એનએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલ તથા પૂર્વ યુજીએસ રાકેશ પંજાબી વચ્ચે સમાધાન માટેની વાટાઘાટો ચાલતી હતી. એનએસયુઆઇના જે વિદ્યાર્થી આગેવાન સાથે વિવાદ થયો હતો તેને પૂર્વ યુજીએસ સમજાવતા હતા ત્યારે વીજીલન્સના અધિકારીઓ વચ્ચે પડતાં વીજીલન્સ અને પૂર્વ યુજીએસ રાકેશ પંજાબી વચ્ચે ઘર્ણષ થયું હતું.
વિવાદ વકરે તેવી સ્થીતી ઉભી થતાં વીજીલન્સ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી ખડેદી દેવાયા હતા. એનએસયુઆઇના પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું કે, મારી સાથે કાર્યકરો રાવપુરાના ઉમેદવારના કાર્યલય ખાતે એકત્રીત થયા હતા. એજીએસયુના વિદ્યાર્થીઓનું જૂથ અમને મારવા ત્યાં આવ્યું હતું. તેમણે ખુરશીઓ તોડી હતી. કોલેજમાં થયેલા ઝગડાને કેમ્પસ બહાર લાવ્યા હતા. એક વિદ્યાર્થીના ઘરે જઇ ટોળાએ માર મારવાની ધમકી આપી હતી.
વિદ્યાર્થી સંગઠન એજીએસયુના આગેવાન પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, એનએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલે અમને અંબાલાલ પાર્ક ખાતે મળવા માટે બોલાવ્યા હતા. વાતચીત દરમિયાન તેમના એક કાર્યકરે કાર્યલયમાં પૂરીને અમને મારવાની ધમકી આપી હતી. જ્યારે એક કાર્યકરને ધક્કો મારતા ખુરશી તૂટી ગઇ હતી. અમે કોઇ ખુરશીઓ તોડી નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.