Home દુનિયા - WORLD વિદેશ પ્રધાન એસ. જયશંકરની ખાલિસ્તાન મુદ્દે ચેતવણી : આશ્રય આપશો તો સંબંધ...

વિદેશ પ્રધાન એસ. જયશંકરની ખાલિસ્તાન મુદ્દે ચેતવણી : આશ્રય આપશો તો સંબંધ ખરાબ થશે

16
0

(GNS),03

ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. આનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં 8મી જુલાઈએ ખાલિસ્તાની રેલી કાઢવાની પણ વાત છે. જોખમને જોતા ભારતે ચેતવણી આપી છે કે, જો કોઈ દેશ ખાલિસ્તાન તરફીઓને આશ્રય આપશે તો તેની સીધી અસર આપણા સંબંધો પર પડશે. ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. આનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં 8મી જુલાઈએ ખાલિસ્તાની રેલી કાઢવાની પણ વાત છે. જોખમને જોતા ભારતે ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ખાલિસ્તાનીઓને સ્થાન આપશે તો તેની સીધી અસર આપણા સંબંધો પર પડશે. પોસ્ટરમાં સામેલ ભારતીય રાજદ્વારીઓના નામ પર વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે અમે કેનેડા, યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા સહયોગી દેશોને વિનંતી કરી છે કે તેઓ ખાલિસ્તાનીઓને આશ્રય ન આપે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ આ ખાલિસ્તાનીઓને આશ્રય આપશે તો પણ તેની સીધી અસર બન્ને દેશના સંબંધો પર પડશે.

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પોસ્ટરનો મામલો ઓટાવા અને કેનેડા સરકાર સમક્ષ પણ ઉઠાવશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને પોસ્ટરમાં ‘શહીદ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે, કેનેડા સ્થિત બે ભારતીય રાજદ્વારીઓને ‘હત્યારા’ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ઓટાવામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને ટોરોન્ટોમાં કોન્સલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવને ધમકી આપવામાં આવી હતી. તેમજ 8 જુલાઇએ બપોરે 12.30 કલાકે રેલીની પણ વાત કરવામાં આવી રહી છે. તેને ‘ખાલિસ્તાન ફ્રીડમ રેલી’ કહેવામાં આવી રહી છે. પોસ્ટર અનુસાર, તે ગ્રેટ પંજાબ બિઝનેસ સેન્ટરથી શરૂ થશે અને ભારતીય દૂતાવાસ સુધી જશે. પોસ્ટરની નીચે બે મોબાઈલ નંબર પણ લખેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની ગયા મહિને 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં એક ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ અને હિંસામાં સામેલ હતો. ભારત સરકારે નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleMy Home Industriesને એક્સલન્સ એવોર્ડ આપશે FTCCI
Next articleકુરાન સળગાવવા પર 57 ઈસ્લામિક દેશોની બેઠક, આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક સંદેશ આપ્યો