Home વ્યાપાર જગત વિદેશી ફંડોનું ફરી એકવાર ભારતીય ઇક્વિટીમાં વેલ્યૂ બાઇંગ અને અન્ય સાનુકૂળ અહેવાલો...

વિદેશી ફંડોનું ફરી એકવાર ભારતીય ઇક્વિટીમાં વેલ્યૂ બાઇંગ અને અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૮૫૭.૭૯ સામે ૫૭૨૫૮.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૧૦૪.૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૪.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૧૨.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૫૭૦.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૫૫.૨૦ સામે ૧૭૦૯૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૫૫.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૨.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૦૭.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં મંદીની શક્યતા નકારવાની સાથે અપેક્ષિત એવો ૦.૭૫%નો હળવો વ્યાજદર વધારો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેટળ નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સમાં ૭૧૨ અને નિફ્ટી ફ્યુચરમાં ૨૫૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત ફેડરલના ચેરમેને મંદીની શક્યતા નકારી દેતા અમેરિકન શેરબજારમાં ઉછાળા નોંધાયા હતા જેની આજે સાનુકૂળ અસર થવા પામી હતી.

જૂન ત્રિમાસિક કોર્પોરેટ પરિણામની સિઝનમાં આગેવાન કંપનીઓના નફામાં વૃદ્ધિના અહેવાલોની અને દસ માસ બાદ વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ વળતા તેની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, એચડીએફસી લિ. અને એચડીએફસી બેન્ક શેરોમાં ફંડોની લેવાલી સાથે મેટલ, એનર્જી, બેઝિક મટિરિયલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પસંદગીની ખરીદીએ ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૪૮ લાખ કરોડ વધીને રૂ.૨૬૬.૫૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, એનર્જી, બેઝિક મટિરિયલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૧ અને વધનારની સંખ્યા ૨૦૫૮ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આગામી સમયમાં પણ મોંઘવારી ભારત અને વિશ્વના દેશોમાં વધવાની અથવા સ્ટેબલ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. યુએસ ફેડના ચેરમેન પોવેલે પણ કહ્યું કે આગામી સમયમાં વ્યાજદર વધારો તો નિશ્ચિત છે પરંતુ ડેટાને આધારે વ્યાજદરમાં વધારો કરવામાં આવશે એટલે ભારતમાં પણ આજ પ્રકારની ચાલ આરબીઆઈ પણ અપનાવશે પરંતુ ભારતના ડેટા માર્કેટમાંથી એક અલગ જ સંકેત મળી રહ્યાં છે. જૂનના મધ્યભાગમાં આ રેખાએ કઈંક અલગ અવળી ચાલ શરૂ કરી છે. મૂડી બજાર સંકેત આપી રહ્યું છે મોંઘવારીને ડામવા માટે જે ઝડપે વ્યાજદરમાં વધારો કર્યો હતો તેના કરતા સ્થિતિ કાબૂમાં આવતા વ્યાજદરમાં વધુ ઝડપથી વ્યાજદરમાં ઘટાડો કરશે.

વિશ્વની અન્ય સેન્ટ્રલ બેંકોની રાહે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ દેશમાં વધતા જતા મોંઘવારી દરને કાબૂમાં લેવા માટે વ્યાજદરનું શસ્ત્ર ઉગામી રહી છે. જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૦૨૧ના નાણાંકીય વર્ષના અંતિમ કવાર્ટરમાં જ વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાઓ વ્યકત કરી હતી અને તેને કારણે જ ટૂંકાગાળાથી લઈને ૧૦ વર્ષના સરકારી બેંચમાર્ક બોન્ડની યિલ્ડમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૨૮ વર્ષનો બીજો સૌથી મોટો વધારો કર્યા બાદ આગામી સપ્તાહની આરબીઆઈની બેઠકમાં પણ વ્યાજદરમાં વધારો નિશ્ચિત છે. જોકે આરબીઆઈ આ જુલાઈ બેઠકમાં કેટલો વધારો કરશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેં ટૂંકા કપડાં પહેર્યાં હતા, પરંતુ તમારા પતિના શરીર પર શું છે? : શેરલિન ચોપરા
Next articleરાજસ્થાનના બાડમેરમાં સેનાનું મિગ-૨૧ વિમાન ક્રેશ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.