વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટિંગની જાહેરાત કરી છે. ગુરુવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા 24 ડિસેમ્બરથી શરૂ થશે. શરૂઆતમાં માત્ર 2 ટકા મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં અલગ-અલગ દેશોના મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખ્યો છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દરેક ફ્લાઇટમાં આવનારા મુસાફરોમાંથી 2 ટકા મુસાફરોનું એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. કયા મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવશે, તે સંબંધિત એરલાઇન્સ દ્વારા નક્કી કરવામાં આવશે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા દેશોમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા મોટા નેતાઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.
ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આથી કેન્દ્ર સરકાર સક્રિય બની છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ પણ સંસદમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે દેશમાં સ્થિતિ નિયંત્રણમાં છે. માંડવિયાએ કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેમણે કહ્યું કે કોરોનાના પ્રકારો બદલાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ અને સલામતીના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.