(જી.એન.એસ) તા. 28
વડોદરા,
વિજ કંપની MGVCL ના એમડી તેજસ પરમારે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદ બાદ ની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. ઘણાબધા વિજ ફીડર હતા, તેને ગઇ કાલ સુધીમાં અમે રીસ્ટોર કર્યા હતા. પરંતુ ગઇ કાલે સવારથી જ્યારે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં આવવા લાગ્યું, ત્યારે સુરક્ષાના ભાગરૂપે જે વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર-ફીડર છે, જ્યાં પાણી ભરાઈ જવાનીમાં સમાયા છે, તેવા 68 ફીડર્સ 365 ટ્રાન્સફોર્મર્સ ગઇ કાલ સવારથી બંધ કરેલા છે. તેમ છતાં ઘણા બધા લોકો તરફથી અમને ફીડર ચાલુ કરવા માટેની માંગ કરે છે. પરંતુ તેને ચાલુ કરવા જતા સુરક્ષાની મુશ્કેલી થાય. એટલા માટે આપણે ચાલુ નથી કરતા. ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર અને ફીડર પાણીમાં ગરકાવ છે. અને પાણી સતત વધી રહ્યું છે.
આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજુ અપડેટ મળ્યું છે તે પ્રમાણે ગઇ કાલે બપોરે 12 વાગ્યે ઓપી રોડના વિદ્યુત નગર સબ સ્ટેશનના પેનલરૂમાં પાણી ભરાવવાના કારણે આખુ સબસ્ટેશન બંધ કરવાની ફરજ પડી છે. તેમાંથી કુલ 27 ફીડરો નિકળે છે, જે અલકાપુરી, અકોટા, દિવાળીપુરા તથા આજુબાજુના વિસ્તારોમાં વિજ સપ્લાય કરે છે. તે સિવાય અટલાદરા સબસ્ટેશનમાં પાણી આવવાના કારણે તેને બંધ કરવું પડ્યું છે. જેથી આસપાસના ફીડર બંધ કરવામાં આવ્યા છે. જેવું પાણી ઓસરશે તેવું સબસ્ટેશનનું ફીડર ચાલુ કરાશે. જ્યાં લાઇટો બંધ છે, તે ફીડર-ટ્રાન્સફોર્મર સુધી પાણી જવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમ જેમ પાણી ઓસરશે, તેમ તેમ શરૂ કરવામાં આવશે.
સાથેજ તેજસ પરમારે ઉમેર્યું કે, 7 હજાર મીટર બેઝમેન્ટમાં હોવાના કારણે તે પણ પાણીમાં ગરકાવ થયા હોવાની અમને શંકા છે. પાણી ઓસરતા તેનું પણ કામ કરીશું. આ માટે અમારી 23 સબ ડિવિઝનની ટીમો કામ કરી રહી છે. જ્યાં વિજ પુરવઠો ચાલુ છે ત્યાં પણ એક – એક ફરિયાદ દુર કરવાનું કામ ચાલું છે. કંપનીનો તમામ સ્ટાફ મહત્તમ કામ કરી રહ્યું છે. પાણી ઓસરશે તુરંત જ અમે વિજ પુરવઠો દુરસ્ત કરીશું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.