Home ગુજરાત વિજાપુરના ટેચાવા ગામ પાસે સાબરમતી નદી નજીક પશુ ચરાવવા ગયેલો પશુપાલક મગરનો ભોગ...

વિજાપુરના ટેચાવા ગામ પાસે સાબરમતી નદી નજીક પશુ ચરાવવા ગયેલો પશુપાલક મગરનો ભોગ બન્યો

20
0

(જી.એન.એસ) તા. 4

મહેસાણા,

હાલ રાજ્ય પર મેઘરાજા મહેરબાન છે, ભારે વરસાદને કારણે હાલ સમગ્ર મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે એક કરુણ ઘટના બની હતી જેમાં વિજાપુરના ટેચાવા ગામ નજીક પશુ ચરાવવા ગયેલો પશુપાલક મગરનો ભોગ બન્યો છે. આ સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ પશુપાલક  સાબરમતી નદીના કાંઠે પશુ ચરાવવા ગયો હતો ત્યારે બન્યો હતો. જ્યાં નદીમાંથી આવેલા મગરે ભેંસ પર હુમલો કર્યો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર ભેંસને બચાવવા ગયેલો પશુપાલકને મગરે પોતાનો શિકાર બનાવ્યો છે. આ પશુપાલકનું નામ બળદેવભાઈ ઠાકોર છે. મગર ભેસને સાબરમતી નદીમાં ખેંચી ગયો હતો જ્યાં તેને બચાવવા જતા મગર પશુપાલકના હાથ અને પગ ખાઈ ગયો હતો. જેના કારણે મગરનો શિકાર બનેલા પશુપાલકનું કરુણ મોત નીપજ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિ.ઓ માટે હવે કોમન અભ્યાસક્રમ એક્ટ લાગૂ થશે
Next articleટાટા ગ્રુપે 27,000 કરોડ રૂપિયાના પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું