Home મધ્ય ગુજરાત અમદાવાદ વિજય સુંવાળા માફીને લાયક નથી, તેણે રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી...

વિજય સુંવાળા માફીને લાયક નથી, તેણે રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી છે : સરપંચ

12
0

રબારી સમાજ ગુજરાતભરમાં આંદોલન કરશે, સુંવાળાને કાર્યક્રમ માટે નહીં બોલાવે

(જી.એન.એસ) અમદાવાદ,તા.૦૧

લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા હવે તેમના ગીતો કરતા વધારે તેમના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં દિનેશ દેસાઈની ઓફિસમાં ટોળા સાથે જઈને કરેલી બબાલ બાદ તેમના પર કેસ કરવામા આવ્યો હતો. ત્યારે આ વિવાદ વધુ વકરતા વિજય સુવાળાને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યુ હતુ અને પોલીસે ધરપકડ કર્યા બાદ આખરે વિજય સુવાળાને માફી માંગવી પડી હતી ત્યારે વિજય સુવાળાએ માંફી માંગ્યા બાદ પણ વિજય સુવાળાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. હવે વિજય સુવાળા સામે નવો એક વિવાદ ઉભો થયો છે. મહેસાણાના અલોડા સરપંચ ભરત દેસાઈ દ્વારા વિજય સુંવાળા સામે ગુજરાતભરમાં આંદોલનની જાહેરાત કરવામા આવી છે. તેમણે જણાવ્યું છે કે, વિજય સુંવાળાએ રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી છે તેથી વિજય સુંવાળા માફીને લાયક નથી. અમારા માટે દીકરીઓ સૌથી વધુ સન્માનીય છે જેથી આગામી સમયમાં વિજય સુંવાળા સામે રબારી સમાજ ગુજરાતભરમાં આંદોલન કરશે. તેમજ અમારા સમાજનો કોઈ વ્યક્તિ વિજય સુંવાળાને કાર્યક્રમ માટે નહીં બોલાવે. વધુમાં અલોડા સરપંચ ભરત દેસાઈએ કહ્યું કે, વિજય સુવાળાએ જે માલધારીઓની પાંચ દિકરીઓને બદનામ કરી અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે, તે માફીને લાયક નથી. મહેસાણા જિલ્લો જાણે છે કે, જીવ સટોસટના ખેલ ખેલીનેમાલધારીઓની દિકરીઓને આબરુ રાખેલી છે અને માલધારીઓની પણ રાખી છે. પણ આ લોકો રબારી સમાજની પાંચ દિકરીઓ ગીત ગાય તેમાં કંઈ લોચા પડે તો જઈને માફી લેવાની તો તેવું ગીત કેમ ગાવ છો કે, તમારે માફી માંગવી પડે છે.આ લોકો માફીને લાયક નથી અને સમાજ માટે કલંક છે. આમ આદમીમાં હતા ત્યારે કહેતા હતા કે, વા ફરે વાદળ ફરે પણ અમે ના ફરીએ માતાજીના ખોટા સોગંદ ખાધા. આગામી સમયમાં અમે રબારી સમાજની 5 દીકરીઓને ન્યાય અપાવવા મજબુત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં. તેમને બીલકુલ માફ નહીં કરવામા આવે તેમની સામે ઉગ્ર આંદોલન કરવામા આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશને ફેમિલી ડૉક્ટરની નહીં, ફેમિલી ફાર્મરની જરૂર છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
Next articleગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે MHAએ આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT)ની રચના કરી