Home મનોરંજન - Entertainment વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે...

વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ

7
0

(જી.એન.એસ) તા. 22

મુંબઈ,

બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાનની તકલીફોમાં વધારો થયો છે. તેમની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તે નવા વિવાદમાં ફસાયા છે. 

આ ફરિયાદ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉના નામથી પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેમણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ મામલે મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં 21 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ ટેલિવિઝન શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ના એક એપિસોડ દરમિયાન શરૂ થયો હતો. ફરાહ ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ બબાલ મચી ગયો છે. લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે અને ગુસ્સે ભરાયેલા લોકોએ માફીની માગ કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર એ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે, બોલિવૂડ સેલિબ્રિટિઝ હિંદુ તહેવારોની મજાક કેમ ઉડાવે છે? બીજી તરફ ઘણા લોકો ફરાહ ખાન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. કેટલાક સંગઠનોએ પણ ફરાહ ખાનના નિવેદનની નિંદા કરી છે અને આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

આ શો નો આ એપિસોડ 20 ફેબ્રુઆરીના રોજ ટેલીકાસ્ટ થયો હતો. આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહી હતી. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ શો માં વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, ‘હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.’ હવે તેની આ કોમેન્ટથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી. હિન્દુસ્તાની ભાઉનું કહેવું છે કે, આ કોમેન્ટ ન માત્ર મારા વ્યક્તિગત ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડનારી હતી, પરંતુ તે સમગ્ર હિંદુ સમાજ માટે પણ અપમાનજનક હતી. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field