Home ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રા: ગાંધીનગર તાલુકાના પુન્દ્રાસણ ગામના પી.એમ કિસાન યોજનાના લાભાર્થી...

વિકસિત ભારત સંકલ્પ યાત્રા: ગાંધીનગર તાલુકાના પુન્દ્રાસણ ગામના પી.એમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત કહે છે કે,”આ યોજના ખેડૂતો માટે વરદાન રુપ”

14
0

પી.એમ કિસાન યોજના હેઠળ સીઝન પહેલા પૈસા મળતા હોવાથી તેનો ઉપયોગ ખેડૂતો ખેડ, ખાતર, બિયારણની ખરીદી માટે કરી શકે છે: ગાભાજી ઠાકોર

(જી.એન.એસ),તા.૦૪

ગાંધીનગર,

ગાંધીનગર તાલુકાના પુન્દ્રાસણ ગામના વતની ગાભાજી ફતાજી ઠાકોર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વાત કરતા જણાવે છે કે, તેઓ પોતે બે વીઘા ખેતીની જમીન ધરાવે છે. દેશમાં ખેતીની જમીન ધરાવતા પાત્રતા ધરાવનાર ખેડૂત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંગે ગ્રામ સેવક તરફથી માહિતી મળતા આ યોજના અંતર્ગત તેઓએ અરજી કરી હતી. પરિણામે સમયાંતરે ઈ- કેવાયસી તથા આધાર સીડિંગ કરાવી યોગ્ય કાર્યવાહી કરતા તેમને ત્રણેય સિઝનની શરૂઆતમાં રૂપિયા 2000 નો હપ્તો એટલે કે વાર્ષિક 6000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા થયા છે. તેઓ આ યોજનાના લાભ અંગે વધુમાં જણાવે છે કે પહેલા ઘણી વખત પૈસાના અભાવે ખેતી કાર્ય કરવામાં તકલીફ પડતી હતી. પરંતુ આ યોજના હેઠળ સીઝન પહેલા પૈસા મળતા હોવાથી તેનો ઉપયોગ તેઓ ખેડ, ખાતર, બિયારણની ખરીદી માટે કરી શકે છે. ખરેખર આ યોજના મધ્યમવર્ગના તમામ ખેડૂતો માટે એક વરદાન રૂપ હોવાનું પણ તેઓ જણાવે છે.

 આ યોજના માટે તેઓ સરકારનો આભાર માનતા અન્ય ખેડૂતોને આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવે છે કે, આ યોજનાનો લાભ લેવા લેન્ડ સીડિંગ, ઈ- કેવાયસી તથા આધાર સીડિંગ કરાવવાનું ફરજિયાત હોય ગ્રામસેવક અથવા નજીકના સી.એસ.સીનો સંપર્ક કરી તથા જેના આધાર સીડિંગ બાકી છે તે ખેડૂતોએ તેમના બેંકનો સંપર્ક કરી આધાર સીડિંગ કરાવી લેવા જેથી યોજનાનો લાભ તુરંત લઈ શકાય. ઉપરાંત પાત્રતા ધરાવતા હોય અને અરજી કરવાની બાકી હોય તેવા ખેડૂતો દ્વારા પી.એમ કિસાન પોર્ટલ ઉપર તેમના ૮-અ ની નકલ, હક્ક પત્રકની નકલ અને આધાર કાર્ડની વિગતો સાથે રાખી પોતાની મેળે અથવા તો સી.એસ.સી મારફતે અરજી કરી શકે છે. આમ અન્ય ખેડૂતોને યોજનાકીય માર્ગદર્શન આપી તેમણે યોજનાના લાભ આપવા બદલ ફરીથી સરકારનો આભાર માન્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field