વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા રજુ કરેલ બજેટ વાહનવ્યવહાર પ્રભાગના ઇતિહાસમાં સૌથી વધુ રકમનું બજેટ
વાહન વ્યવહાર વિભાગ મંત્રીશ્રીએ કરેલી જાહેરાતો અને પ્રવચનના મહત્વના મુદ્દા
(જી.એન.એસ),તા.૨૧
ગાંધીનગર,
• જાહેર પરિવહનની સેવા અસરકારક બનાવવા મુખ્ય ચાર પાયાસ્તંભ (એસ.ટી. પરિવાર, બસ, બસ સ્ટેશન, તથા ટેક્નોલોજી) ને પ્રાધાન્ય આપી પરિણામલક્ષી કામગીરી કરી છે.
• એક વર્ષમાં દૈનિક મુસાફરો ૨૫ લાખથી વધી ૨૭ લાખ થયા છે એટલે કે દૈનિક ૨ લાખ મુસાફરો વધ્યાં છે. જે દર્શાવે છે કે એસ.ટી. પર ગુજરાતની પ્રજાનો ભરોસો વધ્યો છે.
• વાર-તહેવાર, રાત-દિવસ જોયા વગર ગુજરાત રાજ્યનું જાહેર પરીવહન ધબકતું રહે તે માટે સદાય કાર્યશીલ એસ.ટી.ના ૩૬૦૦૦થી વધુ કર્મચારીઓનો વાહન વ્યવહાર મંત્રીશ્રીએ બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો.
• નિગમની નિતી અનુસાર વર્ષ ૨૦૧૧ પહેલા અવસાન પામેલ નિગમના ૨૪૦થી વધુ કર્મચારીઓના આશ્રિતને આગામી ટુંક સમયમાં ક્લાર્કની કક્ષામાં નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવશે.
• મંજુર સંચાલનની સાથોસાથ ૨૮૦૦ થી વધુ નવી ટ્રીપ ચાલુ કરવા કુલ ૪૦૬૨ ડ્રાઇવર, ૩૩૪૨ કંડકટર, ૨૮૨૭ મિકેનિક, ૧૬૯૬ ક્લાર્ક કુલ મળી ૧૧,૦૦૦ થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
• આગામી ૫ દિવસમાં ૫૦૦થી વધુ નવીન બસો પ્રજાની સેવામાં મુકવાનું આયોજન છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માં ૨૫૦૦ નવીન બસો ખરીદવામાં આવશે કે જેનાથી ૭૦૦ જેટલા નવા શિડ્યુઅલ શરૂ કરવામાં આવશે.
• આગામી સમયમાં SOU સહિત રાજ્યના શહેરોમાં પણ આધુનિક ડબલ ડેકર બસ દોડાવવાનું આયોજન
• આગામી સમયમાં એસ.ટી. પરિવહનમાં એક પણ બસ તુટેલી ના રહે તે માટે ૧૦૦ દિવસમાં તમામ બસોનું ડેન્ટીંગ અને પેન્ટીંગની કાર્યવાહી મિશન મોડ પર હાથ ધરવામાં આવશે.
• આગામી માસમાં ૧૫ ડેપો/બસસ્ટેશનના ખાતમુહુર્ત કરવામાં આવશે.
• વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ ૨૭ ડેપો અને બસસ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન છે.
• ટેકનોલોજીના માધ્યમથી એક જ મોબાઇલ એપ્લીકેશન થકી નિગમની તમામ ડીઝીટલ સેવા ઉપલબ્ધ બનશે જેના થકી દરરોજ ૨૭ લાખ લોકોને બસ વિશે Real Time ઇન્ફોર્મેશન મળી રહેશે.
• પ્રત્યેક ધારાસભ્યશ્રીઓના મતવિસ્તારમાં લોકહિતમાં જરૂરી હોય તેવી બે ટ્રીપ શરૂ કરવા જાહેરાત કરી આ અંગેની વિગતો જણાવવા ધારાસભ્યશ્રીને સુચન કરેલ છે.
• બસ તથા બસ સ્ટેશનની સ્વસ્છતા જાળવવા બાબતે જાહેર જનતા સુધી યોગ્ય સંદેશો પાઠવવા તમામ ધારાસભ્યશ્રીઓને વિનંતી કરેલ છે.
• આગામી સમયમાં મહાનગરોમાં ૨૪ કલાકમાં તથા અન્ય જગ્યાએ ૨ થી ૩ દિવસમાં લાઈસન્સ ઉપ્લબ્ધ થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવાના પ્રયત્નો હાથ ધરાશે.
• સ્ક્રેપીંગ ફેસેલીટીમાં સ્ક્રેપ થતાં આઠ વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા વાહનો પરના બાકી ટેક્ષ, પેનલ્ટી અને વ્યાજની અંદાજીત રૂ. ૭૦૦ કરોડ જેટલી રકમ માફ કરવા સરકારશ્રી દ્રારા જાહેરાત કરવામાં આવેલ છે.
• આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫થી ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન અને ધોરણ ૧૨ ગુજરાતીમાં સમાવેશ થશે. માર્ગ સલામતી વિષયક પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ હોઈ શાળાઓમાં ભણાવવામાં આવશે.
• રોડ સેફ્ટી જેવી સંવેદનશીલ બાબતે દરેક ધારાસભ્યશ્રીને લોકોમાં જાગૃતી કેળવવા અપીલ કરેલ છે.
• વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧માં કુલ ૨૬૫ જેટલા બ્લેક સ્પોટ આઇડેન્ટીફાઇ કરવામાં આવેલ જેના પર રોડ સેફટી ઓથોરીટી દ્વારા સુધારાત્મક પગલા લીધેલ જેના થકી ૬૨ જેટલા બ્લેક સ્પોટ હવે બ્લેક સ્પોટ રહ્યા નથી. જેના થકી એક્સીડેન્ટની સંખ્યા ઘટી છે અને ઘણા લોકોના જીવ બચ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.