(જી.એન.એસ) તા.૨૭
બનાસકાંઠા,
ધાનેરા પોલીસે નાકાબંધીમાં ઝડ્યો ટ્રક માંથી દારૂ, વાસણ બોર્ડર થી આઈસર માંથી દારૂ ઝડપ્યો. દારૂના 2.79 લાખની કિંમત ધરાવતી ૩૦૦ બોટલનો જથ્થો ઝડ્પાયો બનાસકાંઠાના ધાનેરા પોલીસની નાકાબંધીમાં એક ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. વાસણ બોર્ડર પાસે દારૂના વિતરણના પ્રયાસોને ભંગ કરતા પોલીસની ટીમે કડક તપાસ શરૂ કરી હતી, જેમાં ટ્રકમાંથી બિનકાયદેયસર દારૂ લઈ જવાતો હતો. આ રીતે પોલીસે ખાલી કેરેટની આડમાં છુપાવેલા દારૂના 2.79 લાખની કિંમત ધરાવતી ૩૦૦ બોટલનો સંગ્રહને ઝડપી પાડ્યો હતો. પોલીસે કડક કાર્યવાહી કરતા ટ્રકના ચાલક અને ટ્રકને પકડી લીધી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 10.79 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે દારૂની ખોટી રીતે તસ્કરી કરીને વિતરણ માટે હાથ ધરવામાં આવી રહ્યો હતો તેને પોલીસે ઝડ્પી લીધો છે. ધાનેરા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ સફળતા પર અભિનંદન વ્યક્ત કર્યો અને આગળની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.