(જી.એન.એસ) તા. 9
વલસાડ,
વલસાડ જિલ્લામાં ગયા મહિને એક ઘટના બની હતી જેમાં એક ઘરમાં માતા અને પુત્રી ઘરે એકલા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરના દરવાજે આવ્યા હતા અને તેઓ એક જાણીતી કંપનીનું નામ આપી આ કંપનીના માણસો હોવાનું ઓળખ આપી હતી અને ઘરમાં રહેલા તાંબા, પિતળના વાસણોને મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી.
બે ઇસમો દ્વારા કહેવામાં આવેલ મફતમાં વાસણ ચમકાવાની લાલચમાં ભોળવાઇ માતા પુત્રી અજાણ્યા ઈશમો પર વિશ્વાસ કર્યો હતો અને ત્યારબાદ તકનો લાભ લઈ અજાણ્યા ઈસમોએ ચાંદીના દાગીનાને પણ મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી. આથી ઘર બેઠા નજર સામે જ મફતમાં જ દાગીના ચમકાવવાની લાલચમાં માતા પુત્રી ભોળવાઈ ગયા અને એનો લાભ લઈ આ બંને શખ્સોએ સોનાની બુટ્ટી અને સોનાની ચેન સહિતના દાગીનાઓની તફડાવી અને યુક્તિપૂર્વક ચતુરાઈથી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતા માતા પુત્રીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણે ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
વલસાડ જિલ્લામાં સોના ચાંદીના દાગીનાઓ ચમકાવી આપવાના લાલચને બહાને અનેક વખત ઠગાઈના કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યા છે અને વધુ એક ફરિયાદ નોંધાતા જ વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે બનાવના સ્થળ અને આસપાસના વિસ્તારના અને સમગ્ર રૂટના 150થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ તપાસનું પગેરૂ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું. જ્યાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલી બાઈકને આરોપીઓ એક સર્વિસ સ્ટેશન પર સર્વિસ માટે આપતા હતા. પોલીસને આ સર્વિસ સ્ટેશનથી આરોપીઓના નામ અને નંબર મળ્યા હતા. આના આધારે વલસાડ રૂરલ પોલીસે મહારાષ્ટ્રના પૂણેની શ્રીકૃષ્ણ નામની લોજમાં રેડ કરી હતી. આ રેડમાં 4 આરોપીઓ ઝડપાયા હતા.
પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ આરોપીઓ મૂળ બિહારના એક જ ગામના છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલી નજમમો ખાલાની ચાલમાં રૂમમાં સાથે રહેતા હતા. ત્યાંથી તેઓ મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં આવી રીતે વિવિધ શહેરોમાં જઈ અને ઘરે એકલી મહિલાઓને વાતોમાં ભોળવી દાગીના ચમકાવવાની લાલચ આપે છે અને ત્યારબાદ ચતુરાઈ પૂર્વક દાગીના તફળાવી અને ફરાર થઈ જતા હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે. આથી પોલીસે તેમની આગવી ઢબે પૂછપરછ કરી છે અને અનેક ગુનાના ભેદ ઉકેલાઈ રહ્યા છે. હજુ આગામી તપાસમાં વધુ ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે. આ આગાઉ પણ અનેક વખત મફતમાં દાગીના ચમકાવી આપવાની લાલચ આપી અને મહિલાઓને ભોળવી અને છેતરપિંડી આચારતી ગેંગોના કારનામાઓ અગાઉ પણ અનેક વખત પ્રકાશમાં આવી ચૂક્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.