Home ગુજરાત વાલિયા તાલુકાના ગામોમાં ચોરી કરનાર 6 આરોપીઓ પોલીસે ઝડપ્યા

વાલિયા તાલુકાના ગામોમાં ચોરી કરનાર 6 આરોપીઓ પોલીસે ઝડપ્યા

24
0

વાલિયા પોલીસે તાલુકાના વિવિધ ગામોની સીમમાં ખેડૂતોના ખેતરમાં લગાવેલી મોટર, કેબલ વાયરો અને કોલમ પાઇપની ચોરી કરનાર ગેંગના 6 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 3.56 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી છે. તારીખ-19મી ડિસેમ્બરથી 20મી ડિસેમ્બર સુધી વાલિયા તાલુકાના શીર ગામની સીમમાં આવેલ રસિક ખીમજી ગજેરાના ખેતરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને કુવા અને બોર માટે ફીટ કરેલ મોટર, કોલમ પાઈપ નંગ-31 અને કેબલ વાયરો મળી કુલ 1.03 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ખેડૂતે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન બાતમી મળી હતી કે, ચોરી કરતા ગેંગના માણસો પૈકી દયારામ મુકેશ વસાવા અને તેના સાગરીતો મળી મોટરો,પીવીસી પાઇપોની કોલમો અને વાયરો ચોરી કરી ખેતરથી શીર ગામ તરફ જતા રોડ પર આવેલ પ્રિતેશ કાઠીયાવાડીના ખેતર કે જે દયારામ વસાવા ભાગેથી ખેડાણ કરે છે ત્યાં લાવી મકાનમાં સંતાડી તમામ મુદ્દામાલની વેચાણ કરવાની ફિરાકમાં છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પી.આઈ. કે.વી. ચુડાસમા સહિત સ્ટાફે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 7 મોટર, કોલમ પાઇપ નંગ-80 અને વાયરો મળી કુલ 3.56 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શીર ગામના મોવડી ફળીયા રહેતો મુખ્ય સૂત્રધાર દયારામ મુકેશ વસાવા, રણજિત ઠાકોર વસાવા, સંદીપ ઉર્ફે કાલિયો રાજેશ વસાવા, સંતોષ મુકેશ વસાવા અને બળવંત અર્જુન વસાવા તેમજ અમિત વીનું વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ​​​​​​​

પોલીસે ગણતરીના દિવસોમાં મોટર ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ રિકવર કરી ઝડપાયેલા તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમિયાન સીમમાં આવેલ ખેતરોમાં કુવા, બોરીની મોટરોની રેકી કરી રાત્રે ખેતરના પ્રવેશ કરી લોખંડની ક્લેમની હાથા વડે મોટરો, કોલમ પાઇપો સહિત વાયરોની ચોરી કરવાની ટેવ ધરાવે છે. ઝડપાયેલા મોટર ગેંગે નવા નગર ગામના ચાર સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલ કર્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંજારમાં ખુલ્લા મેદાનમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે હાથ ધરી તપાસ
Next articleસિદસર રોડપર જૂની અદાવતે ખેડૂત યુવાન પર ચાર શખ્સો માર માર્યો, ધમકી આપી નાસી છૂટ્યાં