Home ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજન જ પિરસાશે

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજન જ પિરસાશે

23
0

મહાત્મા મંદિરમાં રોબોટ મહેમાનોને ચા-પાણી આપી સ્વાગત કરશે તેવી વ્યવસ્થા

(જી.એન.એસ),તા.૦૧

અમદાવાદ,

દરેકને એ વાતમાં રસ હોય કે, વાઈબ્રન્ટ સમિટ યોજાય છે તો દેશ અને દુનિયાભરથી આવનારા મહેમાનો અને ખાસ કરીને વિદેશના ભુરિયાઓને નાસ્તામાં અને જમવામાં શું પીરસવામાં આવશે. સામાન્ય રીતે એ લોકોને તો એમના ત્યાંનું જ એટલેકે, મોટેભાગે નોનવેજ જ ભાવતુ હોય એટલે એમના માટે એવી વ્યવસ્થા કરવી પડે. જોકે, ગુજરાત સરકારે આ વખતે તેમના માટે કંઈક હટકે આયોજન કર્યું છે. વાઈબ્રન્ટમાં આવનારા દેશ-વિદેશના મહેમાનોને ઈંડા કે નોનવેજ આપવામાં આવશે નહીં. અમદાવાદ, વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશવિદેશથી આવનારાં મહાનુભાવો, આમંત્રિતો,ડેલિગેટોની મહેમાનગતિમાં કોઇ કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત લાયઝન અધિકારીઓને મહાનુભાવો સાથે કેવી રીતે વાતચીત-વર્તન કરવું તે અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે.

મહત્વની વાત એછેકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજન જ પિરસાશે. ગુજરાત સમિટમાં દેશવિદેશના મહાનુભાવોને ઢોકળા, ઢેબરા, ઉંધિયુ, મિલેટ પૂડલા, ફાફડા જલેબી, ખમણ, શીરો, ભાખરી, મુઠિયા ઉપરાંત અસલ કાઠિયાવાડી વાનગીઓ પિરસવામાં આવશે. સાથે સાથે બાજરી, રાગી, મકાઇ જેવા ધાન્યોના વ્યંજન પીરસી મહેમાનનવાજી કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ફ્રુટ, ફ્રેસ જયુસ ઉપરાંત ડેઝર્ટનો ય મહાનુભાવો સ્વાદ માણી શકશે. સાયન્સ સિટીની જેમ મહાત્મા મંદિરમાં રોબોટ મહેમાનોને ચા-પાણી આપી સ્વાગત કરશે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article24 કલાકમાં ગુજરાતમાં 2 પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કર્યો
Next articleપ્રધાનમંત્રીએ ગુજરાતને 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરનાર મોટાભાગના લોકો માટે વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા