Home ગુજરાત વસોમાં આરોગ્ય વિભાગનો છાપો:એન્ટી ટોબેકો રેડમાં 7 લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા

વસોમાં આરોગ્ય વિભાગનો છાપો:એન્ટી ટોબેકો રેડમાં 7 લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા

46
0

(GNS NEWS)

વસો ગામમાં તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોઘી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમીયાન કુલ 7 વ્યકિતઓ નિયમોનું ઉલ્લંઘન કરતા માલૂમ પડ્યા હતા. જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા COTPA-2003 અંતર્ગત વસોમાં તમાકુ નિયંત્રણ સેલ, વસો દ્વારા તમાકુ નિયંત્રણની કામગીરી,કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્ય શાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ,પંચાયત વિભાગના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાનેદંડ કરવામાં આવ્યો હતો.COTPA-2003 અંતગર્ત વિવિઘ કલમ હેઠળ 07 કેસ કરાયા હતા. આમ સમ્રગ રેડ દરમીયાન રુપીયા 650/- નો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી વસો બજાર, પંચાયત સામેનો વિસ્તાર, બ્રાન્ચ શાળા સામેનો વિસ્તાર, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તારમાં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ કલેકટર નડિયાદના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનડિયાદ વોર્ડ નં-6માં 15-15 દિવસ સુધી સફાઈનો અભાવ જોતા મ્યુ.કાઉન્સીલર રોષે ભરાયા
Next articleતુર્કી સતત ભૂકંપના આંચકાથી 10 ફૂટ ખસી ગયું, 8000 લોકોના મૃત્યુ, આંકડો વધે તેવી આશંકા