Home ગુજરાત વલસાડ સરકારી પોલીટેક્નીક અને RTO દ્વારા પતંગના દોરાથી બચવા સેફ્ટી બેલ્ટનું વિતરણ...

વલસાડ સરકારી પોલીટેક્નીક અને RTO દ્વારા પતંગના દોરાથી બચવા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું

26
0

વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફ્ટી વીક-2023 ઉજવણી અંતર્ગત RTO વલસાડ, સીટી પોલીસ તંત્ર અને સરકારી પોલીટેક્નીક વલસાડના સંયુક્ત ઉપક્રમે તા.11મી જાન્યુઆરી, 2023ના રોજ બાઇક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન વલસાડ જીલ્લા કલેકટર ક્ષિપ્રા. એસ. આગ્રે ના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં અત્યાર સુધીમાં વલસાડ હાલર રોડ, સરકારી પોલિટેક્નીક વલસાડના ગેટ પાસે તેમજ તિથલ રોડ એમ ત્રણ જગ્યાઓ ખાતે આશરે 2000 જેટલા બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું. કલેકટરે પોતે પણ રસ્તા ઉપર આવી નાગરિકોને સેફ્ટી બેલ્ટ આપી માર્ગસલામતી વિશે સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં સરકારી પોલીટેક્નીક વલસાડના આચાર્ય રિંકુ શુક્લા, સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર, તથા ટ્રાદિક પોલીસ ટીમ પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા RTO વલસાડ ટીમ, સરકારી પોલીટેકનીક વલસાડની ટીમ, રોડ સેફટી ટીમ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોધરા રેલવે સ્ટેશન સામેની ખાડીમાં લાશ મળતા પોલીસે ઘટનાસ્થળે આવીને આગળની તપાસ હાથ ધરી
Next articleઅમદાવાદમાં વાડજનો રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ, સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા