Home ગુજરાત વલસાડ જિલ્લામાં 17 હજારથી વધુ યુવા મતદારો નોંધાયા

વલસાડ જિલ્લામાં 17 હજારથી વધુ યુવા મતદારો નોંધાયા

24
0

ગુજરાત રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરીને પ્રથમ તબક્કાની કામગીરીને ભાગ રૂપે વલસાડ જિલ્લા સહિત રાજ્યના મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં 17 હજારથી વધુ યુવા મતદારો નોંધાયા છે. તમામ મતદારોને લોકશાહીના મહાપ્રવમાં જોડાવવા અહવાહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના 808 મતદાન લોકેશન ઉપર 1,392 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં કુલ 13.26 લાખ મતદારો વલસાડ જિલ્લાની વિધાનસભામાં મતદાન કરશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યના મતદાર માતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મતદારો મતદાર યાદીમાં નામ સુધારો, નામ ઉમેરવું, નામ કમી કરવું, મતદાન મથક બદલવું સહિતના કામો કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ વલસાડ જિલ્લામાં 6,82,582 પુરુષ મતદારો અને 6,43,867 મહિલા મતદારો અને 15 અન્ય મતદારો મળીને વલસાડ જિલ્લામાં 13,26,464 મતદારો નોંધાયા હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 17 હજારથી વધુ નવા યુવા મતદારો પ્રથામ વખત મતદાન કરી લોકશાહીના મહા પર્વમાં જોડાવવાનો અનુભવ મેળવશે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ યુવા મતદારોમાં પ્રથમ વખત અમૂલ્ય મતદાન કરવા અંગે ભારે ઉત્સુકતા.જોવા મળી રહી છે.

ચૂંટણી વિભાગ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઈવીએમ અને વીવી પેટના માધ્યમથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરશે તેમ ચૂંટણી વિભાગે જણાવ્યું છે. વલસાડ જિલ્લાના 808 મતદાન મથક લોકેશન ઉપર 1,392 મતદાન મથકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી વિભગની સુરક્ષા વચ્ચે 13,26,464 મતદારો મતદાન કરી શકશે.

મતદાન દરમ્યાન ડમી મતદારો દ્વારા મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપો નિવારવા માટે ફોટા વાળી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. જેને લઈને ડમી મતદાન અટકાવી શકશે. મતદારોને મતદાન કરતી વખતે ચૂંટણી કાર્ડ, અઢાર કાર્ડ સહિતના ફોટો વાળા ભારત સરકારના કોઈપણ ઓળખ કાર્ડ સાથે લાવવા અપીલ કરવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામજોધપુરના યુવકે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનોએ યુવકના પિતાની હત્યા કરી
Next articleગુજરાત ગૌરવ યાત્રા અમરેલીથી રવાના, ગીર સોમનાથમાં મહાદેવના સાનિધ્યમાં થશે સમાપ્ત