ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં 11 પ્રકારના વિવિધ ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસીઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ આગામી તા. 19 ડિસેમ્બરથી તા. 24 ડિસેમ્બર 2022 દરમિયાન સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન વીકની ઉજવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરી 0 થી 59 માસના બાળકોની ગણતરી કરવામાં આવી હતી.
આ સર્વેમાં વલસાડ તાલુકામાં 451, પારડી તાલુકામાં 35, વાપી તાલુકામાં 573, ઉમરગામ તાલુકામાં 406, ધરમપુર તાલુકામાં 220 અને કપરાડા તાલુકામાં 402 બાળકો મળી રસીથી વંચિત કુલ 2087 બાળકો મળી આવ્યાં હતા. જિલ્લામાં “આવો સૌના સહિયારા પ્રયાસથી બાળકોને રસી અપાવીએ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.”ના સુત્ર સાથે સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન વીકની ઉજવણી અંતર્ગત રસીથી વંચિત રહી ગયેલા કુલ 2087 બાળકોને તથા સર્વે કામગીરી થયા બાદ અન્ય સ્થળેથી કે અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા કુટુંબોનાં સીકરણથી વંચિત બાળકોને પણ આવરી લઈ રસીકરણ કરવામાં આવશે. વલસાડ જિલ્લાના વાલીઓને 0થી 59 માસના બાળકોને નજીકના રસીકરણ કેન્દ્રો ઉપર લઈજઈને રસી મુકાવી લેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.