(જી.એન.એસ) તા.૬
વલસાડ,
વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. વલસાડમાં આજે વહેલી સવારે 4:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે. વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.