Home ગુજરાત વલસાડમાં સિરિયલ કિલરે યુવતીની હત્યા કરી દોઢ કલાક લાશ સાથે દુષ્કર્મ આચર્યું

વલસાડમાં સિરિયલ કિલરે યુવતીની હત્યા કરી દોઢ કલાક લાશ સાથે દુષ્કર્મ આચર્યું

1
0

(જી.એન.એસ) તા.૨૮

વલસાડ,

ડીવાયએસપી સહિત પોલીસ કાફલા જોડે આરોપી રાહુલને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રી-કન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું વલસાડમાં એક ચોંકાવનારી ઘટના  સામે આવી છે. જેમાં સિરિયલ કિલરે પહેલા યુવતીની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેણે લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહામહેનતે આરોપીને 11મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસને ગતરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતાં 4 કલાક લાગ્યા હતા. જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવીએ જણાવ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઇ ગયો હતો. બાદમાં મોકો મળતાં અંદાજે 10 ફૂટ ઉંચી દીવાલ કુદી ભાગી છૂટ્યો હતો. જોકે, આ હળભળાહટમાં આરોપી તેનો સામાન છોડીને ગયો હતો. ડીવાયએસપી સહિત પોલીસ કાફલા જોડે આરોપી રાહુલને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રી-કન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું. આ રી-કન્સ્ટ્રકશન ઉદવાડા રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ખનકીની પાળી પર બેસીને બીડી પિતો હતો, આ દરમિયાન રેલવે કિમિ નં. 217ના પોલ નં 13 પાસેથી લગભગ ત્રણ વાગ્યાના સુમારે વિદ્યાર્થિનીને એકલી ચાલતા જોઈ હતી. જેના ઉપર આરોપીની નજર બગડી હતી. જેને લઈને રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં બેસેલા આરોપીએ રસ્તામાં આવેલું પાણીનું ખાબોચિયું પથ્થરના સહારે ક્રોસ કર્યું હતું. ત્યાર બાદ આંબાવાડી પાસે યુવતી આવતા અચાનક યુવતી પાસે પહોંચી યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ યુવતી લાશને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં તેની સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પોતાના નખ પણ કાપ્યા હતા અને પોતાના કાપેલા નખ વડે યુવતીના મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢ્યું હતું. આ બાદ તે ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તે દૂધ પાણીની બોટલ ખરીદી વાડીમાં પડેલી યુવતીની લાશ પાસે પરત આવતો હતો આ દરમિયાન સ્થાનિક લોકોની આંબાવાડીની આજુબાજુમાં ગતિવિધિ જોઈને નજીકમાં સંતાઈ ગયો હતો. બાદમાં મોકો જોઇને એક એંગલના સહારે અંદાજિત 10 ફૂટની ઊંચી દીવાલ આરોપી કૂદી ગયો હતો. જોકે, ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો. આ બાદ આરોપી ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઇવે વિસ્તારમાં રાત્રે દોઢ વાગ્યા સુધી ફરતો રહ્યો હતોઉદવાડા રેલવે સ્ટેશન ખાતેથી રાત્રે કોઈ ટ્રેન ન હોવાથી પારડી રેલવે સ્ટેશન આવ્યો હતો. રાત્રે 2:30 વાગ્યાની ટ્રેન પકડીમાં વલસાડ આવ્યો હતો. ત્યાથી અન્ય ટ્રેન વડે સુરત અને વડોદરા જતો રહ્યો હોવાની કબૂલાત રી-કન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ જણાવી હતી. સમગ્ર ઘટના ક્રમનું રી-કન્સ્ટ્રકશન કરતા વલસાડ પોલીસની ટીમને 4 કલાકથી વધુ સમય લાગ્યો હતો. વાપીના DySP બી એન દવેના નેતૃત્વમાં સક્ષમ અધિકારીઓ અને સરકારી પંચની હાજરીમાં આરોપીઓ સમગ્ર ક્રમ વર્ણવ્યો હતો. વલસાડ પોલીસે તમામ ઘટના ક્રમની ઝીણવટ ભરી નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ પોલીસની ટીમે યુવતીના મોબાઈલનું કવર ઘટનાસ્થળ નજીકથી રી-કન્સ્ટ્રકશન દરમ્યાન રિકવર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રી-કન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ વર્ણવેલી દુકાનમાં આરોપીને લઈ ગયા હતા. જ્યાં દુકાનદાર પાસે આરોપી ઘટનાના દિવસે ખરીદેલી વસ્તુઓ અંગે ક્રોસ ચેકીંગ કર્યું હતું. દુકાનમાં લાગેલા CCTV ચેક કરતા આરોપી દુકાનમાંથી ખરીદી કરતા અને દુકાન બાજુમાંથી પસાર થતા જોવા મળ્યો હતો. સમગ્ર કેસમાં સંપૂર્ણ તપાસ ઝડપથી આગળ વધારવા વલસાડ DySP એ કે વર્મા, વાપી DySP બી એન દવે અને પારડી પોલીસ મથકના PI જી આર ગઢવી, LCB PI ઉત્સવ બારોટ, SOG PI એ યુ રોઝ, વાપી ટાઉન PI કે જે રાઠોડ અને વલસાડ સીટી PI ડી ડી પરમારને SITની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વલસાડ SP કરનરાજ વાઘેલાએ મંગળવારે રાત્રે SITની ટીમની જાહેરાત કરી છે. જે ટીમ સમગ્ર કેસની તપાસ કરશે.પારડી મોતીવાડાની કોલેજીયન યુવતી સાથે અગિયાર દિવસ પહેલા બનેલા રેપ વિથ મર્ડરના કેસમાં પોલીસ ટીમને રવિવારના રોજ વાપી સ્ટેશનેથી આરોપીને ઝ્ડપાવામાં સફળતા મળી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાહુલ જાટે ટ્રેનોમાં ચોરી લૂંટફાટ સાથે બળાત્કાર અને હત્યાના પણ કેટલાક ગુનાઓ દેશના અલગ અલગ રાજ્યોમાં કબૂલી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વિકૃત માનસિક ધરાવતા રાહુલે 25 દિવસમાં જ પાંચ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી. રવિવારની રાતે વાપી પોલીસના હાથે ઝડપાયા પહેલા પણ સવારે તેણે ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મ કરી તેની ઠંડા કલેજે હત્યા કરી હોવાની કબૂલાત કરતાં વિકૃત માનસિક રાહુલની પૂછપરછમાં વધુ કેટલાક વણ ઉકેલ્યા ગુનાઓ ઉકેલવાની શક્યતા વર્તાઈ રહી છે. તેમજ આ કેસમાં પણ તેની વધુ પૂછપરછ હાથ ધરી તેમજ પુરાવાઓ એકઠા કરવાના આશયથી વલસાડ પોલીસે તેણે કોર્ટમાં રજૂ કરી 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.વલસાડ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરાઇ હતી. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેનાં કપડાં ઘટનાસ્થળેથી મળી આવ્યાં હતાં. ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યાંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્ત્વના સાબિત થઈ હતી. ઘટના સમયના 2 કલાક પહેલાં વાપી રેલવે સ્ટેશનના CCTV ફુટેજમાં યુવક હોવાનું દેખાઈ રહ્યું હતું. CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ઝડપી પાડ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆખરે ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુધ્ધનો અંત આવ્યો, વ્હાઇટ હાઉસમાં સીઝફાયર ડીલ ફાઈનલ
Next articleઅમદાવાદમાં માંસ વેચનાર 33 વર્ષીય મોહમ્મદ ઈમરાની ધરપકડ કરવામાં આવી