Home ગુજરાત વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના પ્લોટમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ

વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના પ્લોટમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ

6
0

(જી.એન.એસ) તા.૨૯

વલસાડ,

સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમમાં કોઈ યુવતીનું હાડપિંજર હોવાનું ખૂલ્યું છે  વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના ખુલ્લા પ્લોટમાંથી હાડપિંજર મળી આવતા પોીલસ દોડતી થઈ છે.  ફોરેન્સિક પીએમમાં આ હાડપિંજર 14થી 20 વર્ષની છોકરીનું હોવાનું બહાર આવ્યું છે. વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયો ત્યાં બીજો પડકાર આવીને ઊભો રહ્યો છે. વલસાડની સાયન્સ કોલેજ પાછળની એક સોસાયટીના પ્લોટમાં માનવકંકાલ મળ્યું હતું. ક્રિકેટ રમતાં બાળકોનો બોલ ખુલ્લા ઝાડીઝાંખરાવાળા પ્લોટમાં જતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમમાં કોઈ યુવતીનું હાડપિંજર હોવાનું ખૂલ્યું છે. હવે પોલીસ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ગુમ થયેલી આસપાસના જિલ્લાની દીકરીની વિગત મેળવી રહી છે. ગુમ દીકરીઓના પરિવારને શોધીને DNAના આધારે ઓળખ મેળવવા પ્રયાસ કરાશે.વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડીઝાંખરાવાળા પ્લોટ છે. અહીં સ્થાનિક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે એક હ્યુમન બોડીનું હાડપિંજર મળી આવ્યું હતું. જેમાં માનવ શરીરનાં અંગો જેવાં કે, માનવ ખોપડી, પાંસળીના ભાગો, પગનાં હાડકાંના ભાગો, હાથનાં હાડકાંના ભાગો, કરોડરજ્જુના ભાગો મળી આવ્યા હતા. આ હ્યુમન બોડીનાં અંગો સંપૂર્ણપણે હાડકાંના સ્વરૂપમાં હતાં. જેથી આ બોડી કોની છે, તે ઓળખી શકાયું નથી.આ બનાવવાળી જગ્યાએથી એક મરૂન કલરનો બે બટનવાળો મેલો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો. આ માનવ હાડપિંજરનું સુરતના ફોરેન્સિક વિભાગે પોસ્ટમોર્ટમ કરતાં ડોક્ટરે જણાવ્યું કે, આ હ્યુમન બોડી આશરે 14થી 20 વર્ષીય છોકરીની છે. તેમજ તેનું અંદાજે 3 માસ પહેલાં મૃત્યુ થયું હતું.3 મહિના પહેલાં ગુમ હોય અને મરૂન કલરના કુર્તાવાળી આશરે 14થી 20 વર્ષની કોઈ છોકરી ગુમ થઈ હોય તો તે અંગે તેમજ તેના વાલીવારસો વિશે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથકે અથવા તો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે. વલસાડ સિટી પોલીસની ટીમ આજુબાજુમાં આવેલી કોલેજ છાત્રાલય, હોસ્ટેલમાં 3 માસ પહેલાં મિસિંગ યુવતીઓ કે કિશોરીની વિગત મેળવી રહી છે. વલસાડ સિટી પોલીસ સુરત રેન્જમાં આવતાં 5 જિલ્લાઓનાં તમામ પોલીસ મથકમાં 3 માસ પહેલાં 14થી 20 વર્ષની કિશોરી કે યુવતી મિસિંગ હોય તેની વિગત મેળવી રહી છે. જે બાળકી કે યુવતી મિસિંગ છે, તેનાં કપડાં કે અન્ય વસ્તુઓમાંથી DNA સેમ્પલ મેચ કરવામાં આવશે. હવે ફક્ત DNA વડે હાડપિંજરની ઓળખ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં નકલી નોટો બનાવનાર ફેકટરીની ધરપકડ કરવામાં આવી
Next articleઅમદાવાદમાં પોલીસ અને સી.બી.આઈ ના સ્વાંગમાં સીનીયર સિટીઝન સાથે 1.15 કરોડની છેતરપિંડી કરતી ગેંગને પકડવામાં આવી