Home ગુજરાત વલસાડની સગીરાને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો

વલસાડની સગીરાને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો

22
0

પોલીસે લુધિયાણામાં 10 દિવસ ફેરિયાનો વેશ ધારણ કર્યો

(જી.એન.એસ) વલસાડ,તા.૩૦

વલસાડની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો છે. પોલીસે લુધિયાણામાં 10 દિવસ ક્યારેક ફેરિયાનો વેશ તો ક્યારેક સરકારના વોટર ID બનાવતા વિભાગના સરકારી કર્મચારીનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ શહેરમાં રહેતી એક સગીરા પોતાનાં માતા-પિતા સાથે આગ્રામાં એક સત્સંગમાં ગઇ હતી. જ્યાં રોહિત શર્મા ઉર્ફે રોહિત પંડિત નામના એક યુવક સાથે તેની ઓળખાણ થઇ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સગીરા અને યુપીનો શખ્સ વાતચીત કરતાં હતાં. આ બાદ આ યુવક ધંધાર્થે વલસાડ આવી ગયો હતો અને બાદમાં સગીરાને આ શખ્સ અવારનવાર મળતો હતો. આ બાદ શખ્સે સગીરાને લગ્નની લોભામણી લાલચ આપીને સગીરા જે સત્સંગમાં ગઇ હતી એના બાબા સગીરાને યુવક સાથે પ્રેમસંબંધ રાખવા કહે એવો ફેક વીડિયો બનાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને આ બાદ ફેબ્રુઆરીમાં સગીરાને ભગાડી ગયો હતો. સગીરા શાળાએથી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, સગીરાની ક્યાંય ભાળ ન મળતાં પરિવારના સભ્યોએ સગીરાના અપહરણ પાછળ રોહિતનો હાથ હોવાની શંકા દર્શાવી તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સિટી પોલીસે સગીરાના અપહરણનો ભેદ ઉકેલવા 150થી વધુ CCTV ફૂટેજ અને શંકાસ્પદ આરોપીના ઘરે ચેકિંગ કરતા યુવક મળી આવ્યો ન હતો. ચાલાક યુવકે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખ્યો હતો. આ બાદ પોલીસે યુવકના મિત્રો અને પરિવારના સભ્યોએની પ્રાથમિક પૂછપરછ અને જરૂરી વિગત મેળવી હતી. જે દરમિયાન યુવક ઓનલાઈન એપના માધ્યમથી ઓનલાઈન જુગાર રમવાનો આદિ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે દેશની દરેક બેંકોમાં રોહિત પંડિત અને રોહિત શર્માના નામના બેંક એકાઉન્ટ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન પંજાબના લુધિયાણા પાસેથી આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાઝેક્શન થયું હતું. જેથી વલસાડ સિટી પોલીસની ટીમે કુલ 10 દિવસ લુધિયાણાના માલવા GIDC વિસ્તારમાં લગભગ 25 જેટલી અલગ-અલગ નાની-મોટી કંપનીઓમાં આઈસક્રીમની લારી ભાડે રાખીને, ફેરિયાઓનો વેશ ધારણ કરી, મજૂર બનીને, પંજાબ સરકારના વોટર ID બનાવતા વિભાગના સરકારી કર્મચારીનો વેશ ધારણ કરી અને અલગ-અલગ કંપીનઓમાં કામ માંગવાના બહાને સતત 3 દિવસ સુધી વોચ રાખવામાં આવી હતી અને પંજાબ પોલીસની મદદ લઈને આરોપીનું એડ્રેસ શોધી સગીરાનો કબજો યુવકના ભાડાના ઘરેથી મેળવ્યો હતો. વલસાડ સિટી પોલીસે સગીરાનું મેડિકલ કરાવી પ્રાથમિક પૂછપરછ કરી સગીરાનો કબજો પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. વલસાડ સિટી પોલીસે યુવકનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે માર્ગો પણ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ગયા
Next articleગાંધીનગરમાં UPSCની પરીક્ષા આપવા આવેલો મહારાષ્ટ્રનો ડમી યુવક ઝડપાયો