Home ગુજરાત વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર JCB અને મોપેડ વચ્ચે અકસ્માત, મોપેડ ચાલકનું...

વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર JCB અને મોપેડ વચ્ચે અકસ્માત, મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ મોત

38
0

વલસાડના ગ્રીનપાર્ક ખાતે રહેતા અને બીલીમોરા ધોલાઈ બંદર ખાતે રૂ પીંજવાનો વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાત્રે ધોલાઈ બંદર ખાતે આવેલી ગાદલા બનાવવાની દુકાને ઘરે પોતાની મોપેડ ઉપર પરત ફરિ રહ્યા હતા. જે દરમ્યાન લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર મોપેડ અને JCB અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે JCB ચાલક JCB રસ્તા ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અને રાહદારીઓ 108 અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડના ભાગડાવાળા ગામે કરીમનગર સોસાયટીના મેહતાબ એપાર્ટમેન્ટમાં રહેતા અને બીલીમોરા ખાતે દુકાન ચલાવતા 40 વર્ષીય ઈદ્રીશભાઈ અલ્લારખુભા મુલતાની ગતરોજ રાત્રે બીલીમોરા ધોલાઈ બંદર ખાતે ગાદલાની દુકાન બંધ કરી પરત પોતાના મોપેડ જીજે-15-જેજે-3177 ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન વલસાડના લીલાપોર ગામ નજીક કોસ્ટલ હાઇવે ઉપર સામેથી બેફિકરાઈ પૂર્વક અને ગફલત ફરી રીતે JCBનો ચાલક પોતાનું JCB લઈને આવી રહ્યો હતો. અને ઈદ્રીશભાઈની મોપેડને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો.

કોસ્ટલ હાઇવે ઉપર J.C.B નંબર જીજે-15-બીબી-9097ના ચાલકે પુરપાટ અને અત્યંત ગફલત ભરી રીતે હંકારી ઈદ્રીશભાઈ મુલતાનીની મોપેડને અડફેટે લીધી હતી. જેમાં ઈદ્રીશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઈદ્રીશભાઈ મુલતાનીનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. અને J.C.B ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળે J.C.B મૂકી ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ અકસ્માત સ્થાકે ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમ અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી.

વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે જોતા ઇદ્રિશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જો જઈને લાશનું PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં ઈદ્રીશભાઈ મુલતાનીનો પરિવાર વિખેરાઈ ગયો હતો. અને તેમના નાના બાળકો અને તેમની પત્નીનો આધાર સ્તંભ છીનવાઈ જતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આવા બેફામ J.C.B હંકારતા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ કડક માં કડક કાર્યવાહી કરી સજા કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકરજણમાં વ્યાજખોરે સુથાર પાસેથી વધુ રકમ લેવા પરિવારને મારી નાખવાની ધમકી આપી
Next articleવિસનગરમાં વરલી મટકાના જુગારધામ પર SMC ના દરોડા, 10 શખ્સો રંગેહાથ ઝડપાયા