Home ગુજરાત વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરાયું

વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરાયું

29
0

વલસાડ તાલુકા પ્રગતિ મંડળ ખાતે વલસાડ વિધાનસભા બેઠકના કર્તવ્યનિષ્ઠ કાર્યકરોનો આભાર અને ધારાસભ્ય ભરતભાઇ પટેલનો સન્માન સમારોહ જિલ્લા ભાજપ દ્વારા યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પેજ કમિટીના સભ્યો, જિલ્લા ભાજપના અગ્રણીઓ અને નગર પાલિકા, જિલ્લા પંચાયતના આગેવાનો અને તાલુકાની ગ્રામ પંચાયતના સભ્યો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પાંખના અગ્રણીઓએ ધારાસભ્ય ભરતભાઇ પટેલને 1.04 લાખ મતોથી વિજેતા થવા બદલ અભિવાદન કર્યું હતું. જ્યારે ભરતભાઇ પટેલે તમામ કાર્યકરો અને અગ્રણીઓનો ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.

વલસાડ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઇ પટેલને જંગી બહુમતી સાથે જીતાડી લાવવા બદલ વલસાડ તાલુકાના કર્તવ્યનિષ્ઠ કાર્યકરો અને પેજ કમિટીના સભ્યોનો આભાર વ્યક્ત કરવા માટે જિલ્લા ભાજપ દ્વારા કોળી પટેલ સમાજ વાડી ખાતે ઋણ સ્વીકાર અને ધારાસભ્ય ભરતભાઇ પટેલનો સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકાના કર્તવ્યનિષ્ઠ કાર્યકરો, નગર પાલિકાના કાઉન્સિલરો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર ભજપ ઉપર વિશ્વાસ રાખનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે વલસાડ બેઠક ઉપર BJPના ઉમેદવાર ભરતભાઇ પટેલને 1,04,405 મતો ની જંગી લીડ અપાવવા બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકાના ભાજપના તમામ સંગઠનના અગ્રણીઓ, પેજ કમિટીના સભ્યો, નગર પાલિકાના કાઉન્સિલરો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ ભરાતભાઈને વિજેય બનાવવા માટે જે મહેનત કરી છે.

તે બદલ તમનો જિલ્લા ભાજપ પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અગ્રણીઓએ વલસાડના ધારાસભ્ય ભરતભાઇનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં હેમંતભાઈ કંસારાએ રાજ્યની 71 નગર પાલિકાઓ, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીની ડયું થયેલી તારીખો ઉપર પ્રકાશ પડતા જણાવ્યું હતું કે, ઝવેરી કમિશન દ્વારા OBC કોટામાં 10% અનામતની માંગણી કરતો રિપોર્ટ રાજ્ય સરકારમાં સબમિટ કર્યા બાદ વિધાનસભામાં તેના ઉપર યોગ્ય નિર્ણય કર્યા બાદ આગામી 3થી 4 મહિના બાદ ચૂંટણી જાહેર થશે

જે માટે વલસાડ, ધરમપુર અને પારડી નગર પાલિકાની ચૂંટણી આવે ત્યારે આજ જુસ્સા સાથે BJPના તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા અહવાહન કર્યું હતું. સાથે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓમાં જોડાઈ જવા કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખે આહવાહન કર્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત નવી દિલ્હીમાં પ્રજાસતાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી
Next articleરાજકોટમાં પૂર્વ પ્રેમીએ ફોટા વાઇરલ કરી દેવાની અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી તો યુવતીએ પોલીસ ફરિયાદ કરી