વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલી કલ્યાણી શાળા ખાતે કુલ ૫૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ સેલ્ફ ડિફેન્સ કરાટે અસોસિએશન ઓફ વલસાડના આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોશિએશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતી ૫૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને રક્ષણની કરાટેની તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી. જેનો આજ રોજ એક માસની તાલીમ પૂર્ણ થતા પ્રમાણપત્ર વિતરણનો સમાપન કાર્યક્રમ રાખેલ હતો. કાર્યક્રમમાં પીઆઈ સચિન પવાર, ક્યોસી મનોજ પટેલ, સેન્સાઈ આકાશ પટેલ તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણ હજાર રહ્યાં હતા. ક્યોસી મનોજ પટેલે પોલિસની સી-ટીમ, ગુડ ટચ અને બેડ ટચ તેમજ વિવિધ પ્રકારની સ્વબચાવની માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પીઆઈ સચિન પાવર દ્વારા પોલીસને લગતી જરૂરી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. તેમજ ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ અને ૧૮૧ નંબરનો સંપર્ક કરી કઈ રીતે પોલીસ મદદ કરી શકે તે માહિતી પૂરી પાડી.વલસાડ તાલુકાની અતુલ કલ્યાણી શાળા ખાતે અભ્યાસ કરતી ૫૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને પોલીસ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને ૧ મહિનાની સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. ૧ માસની સેલ્ફ ડિફેન્સની તાલીમ બાદ શાળાના પટાંગણમાં રૂરલ પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલી તાલીમનું ડેમોસ્ટેશન રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ આત્મવિશ્વાસ સાથે સેલ્ફ ડિફેન્સનું ડેમોસ્ટેશન આપ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.