Home વ્યાપાર જગત - BUSINESS વર્ષ 2023ના 9 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારો સારું વળતર આપ્યું

વર્ષ 2023ના 9 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારો સારું વળતર આપ્યું

26
0

SIP પર 60 ટકા કરતા વધુ વળતર આપ્યું

(જી.એન.એસ),તા.૨૯

મ્યુચ્યુઅલ ફંડ અત્યારે લોકોમાં રોકાણનું લોકપ્રિય માધ્યમ બની ગયા છે. ખાસ કરીને SIP મ્યુચ્યુઅલ ફંડમાં ઓછુ જોખમ હોવાના કારણે લોકોનું રોકાણ વધ્યુ છે. ત્યારે વર્ષ 2023 શેરબજાર માટે ઐતિહાસિક સાબિત થયું છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી જેવા મુખ્ય સ્થાનિક સૂચકાંકોએ સતત નવા જીવનકાળના ઉચ્ચ સ્તરો બનાવ્યા છે.જેનો લાભ SIPના રોકાણકારોને મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ખાસ કરીને ઇક્વિટીમાં રોકાણ કરનારાઓને વર્ષ 2023માં ઘણો ફાયદો થયો છે.કેટલાક ફંડ્સમાં SIP કરનારને તો 60 ટકા કરતા વધુ વળતર પ્રાપ્ત થયુ છે. મોટા ભાગે લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખતા રોકાણકારો SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ રોકાણ કરે છે. વર્ષ 2023માં શેરબજારમાં ઐતિહાસિક તેજીના કારણે તમામ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ આ વર્ષે સારામાં સારુ વળતર આપ્યું છે. ઇક્વિટીમાં રોકાણ કરતા ઓછામાં ઓછા 6 ફંડોએ 2023માં તેમના SIP રોકાણકારોને ઓછામાં ઓછું 60 ટકા વળતર આપ્યું છે..

SMF ડેટા અનુસાર લગભગ છ જેટવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે આ વર્ષે અત્યાર સુધીમાં તેમના SIP રોકાણકારોને 60 ટકાથી વધુ વળતર આપ્યું છે. એક ફંડે તો 70 ટકાથી વધુ વળતર આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે. બંધન સ્મોલ કેપ ફંડે આ 70 ટકા સુધીનું વળતર આપ્યુ છે. અમે તમને જણાવીશુ કે આ વર્ષે SIP રોકાણકારો માટે કયા શ્રેષ્ઠ ઈક્વિટી ફંડ્સ છે અને તેઓએ તેમના રોકાણકારોને કેટલું વળતર આપ્યું છે. આ આંકડા 10 ડિસેમ્બર 2023 સુધીના છે. સૌથી વધુ વળતર આપનારા ઇક્વિટી ફંડ્સમાં બંધન સ્મોલ કેપ ફંડ: 70.06% , મહિન્દ્રા મનુલાઇફ સ્મોલ કેપ ફંડ: 69.78% , ITI સ્મોલ કેપ ફંડ: 65.51% , નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડઃ 63.96% , ફ્રેન્કલિન ઇન્ડિયા સ્મોલર કંપનીઝ ફંડ: 63.05% , HSBC મલ્ટી કેપ ફંડ: 61.16% , ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ: 59.49%, નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ: 58.54% અને જેએમ વેલ્યુ ફંડ: 58.44%.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field