Home મનોરંજન વર્ષ ૨૦૨૩માં દરેક તહેવાર પર ભરપૂર એન્ટરટેઈનમેન્ટ વાળી ફિલ્મો મળશે

વર્ષ ૨૦૨૩માં દરેક તહેવાર પર ભરપૂર એન્ટરટેઈનમેન્ટ વાળી ફિલ્મો મળશે

60
0

(જી.એન.એસ),તા.૩૦
મુંબઈ


આગામી વર્ષ એટલે કે ૨૦૨૩ બોલિવૂડની દ્રષ્ટિએ રસપ્રદ અને એન્ટરટેઈનિંગ રહેશે. આગામી વર્ષે રીલિઝ થનારી ફિલ્મ્સની યાદી સામે આવી છે. આ લિસ્ટ અનુસાર લગભગ દરેક તહેવારે ફિલ્મ રીલિઝ કરવાની યોજના છે. જાણીતા ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે જણાવ્યું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’થી લઇને સલમાન ખાનની ‘ટાઇગર ૩’ સુધીની ફિલ્મ્સ કયા-કયા તહેવાર પર રીલિઝ થવાની છે. વર્ષની શરૂઆતમાં ઉતરાયણ પર રીલિઝ થવાની ફિલ્મની વાત કરીએ તો સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ રૂપેરી પડદે જાેવા મળશે. આ પછી શાહરૂખ ખાન લગભગ ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર ગણતંત્ર દિવસના પ્રસંગે વાપસી કરશે. તેની ફિલ્મ ‘પઠાન’ રીલિઝ થવાની છે. તરણ આદર્શે વર્ષ ૨૦૨૩માં રીલિઝ થવાની ફિલ્મ્સનું કેલેન્ડર બનાવ્યું છે. કેલેન્ડર પર કરીએ એક નજર. વેલેન્ટાઇન ડે પર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રીલિઝ થશે. આ ફિલ્મ દ્વારા દર્શકોને ફરી એક વખત આલિયા અને રણવીરની શાનદાર કેમિસ્ટ્રી સ્ક્રીન પર જાેવા મળશે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર અનટાઇટલ્ડ ફિલ્મ હોળીના તહેવાર પર રીલિઝ થશે. લવ રંજનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નામ અત્યાર સુધી સામે આવ્યું નથી, પરંતુ રીલિઝ ડેટ આવી ગઇ છે. રામ નવમી પર ફિલ્મ ‘ભોલા’ તો ગુડ ફ્રાઇડે પર ‘બવાલ’ અને ‘બુલ’ રીલિઝ થશે. સલમાન ખાને ઇદ પર તેના ચાહકોની ઇદી આપવાની તૈયારી કરી લીધી છે. દબંગ ખાનની ફિલ્મ ‘ટાઇગર ૩’ રીલિઝ થશે. સ્વતંત્રતા દિવસ પર રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનીમલ’ સિનેમાઘરોમાં રીલિઝ થશે. ગાંધીજયંતી પર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ રીલિઝ થશે. વર્ષના છેલ્લા મહિનામાં ક્રિસમસ પર શાહરૂખ ખાનની ‘ડંકી’ અને અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં ઔર છોટે મિયાં’ રીલિઝ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ શાહરૂખ ખાન સાથે કામ કરવા આતુર
Next articleબાલિકા વધૂની આનંદી ઉર્ફે અવિકા ગૌર પોતાનો ૨૫મો જન્મ દિવસ ઉજવ્યો