Home મનોરંજન - Entertainment વર્ષ ૨૦૦૫માં રીલીઝ ફિલ્મ ‘બ્લેક’ 19 વર્ષ બાદ OTT પર આવશે

વર્ષ ૨૦૦૫માં રીલીઝ ફિલ્મ ‘બ્લેક’ 19 વર્ષ બાદ OTT પર આવશે

53
0

(જી.એન.એસ),તા.૦૫

અમિતાભ બચ્ચને તેના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તેના કરિયરમાં ઘણા વર્સેટાઈલ રોલ કર્યા જેને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. અભિનેતાની ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ તેમની કેટલીક ફિલ્મો એવી છે જે અન્ડરરેટેડ છે પરંતુ જોવા જેવી છે. અમિતાભની આવી જ એક ફિલ્મ બ્લેક હતી જે વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર બતાવવામાં આવશે. આ ફિલ્મે 19 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીમાં જ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 2005ના રોજ રીલિઝ થઈ હતી. હવે આ ફિલ્મ પહેલીવાર ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. નેટફ્લિક્સ દ્વારા ફિલ્મના સ્ટ્રીમિંગની જાહેરાત કરવામાં આવી છે. તેના દ્વારા હવે આ માસ્ટરપીસ ફિલ્મ ફરી રીલીઝ કરવામાં આવી રહી છે. 

નેટફ્લિક્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ફિલ્મના કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે સંજય લીલા ભણસાલીની બ્લેકને બહાર આવ્યાને 19 વર્ષ થઈ ગયા છે અને હવે પહેલીવાર આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી રહી છે. આ ફિલ્મમાં તમે ફરી એકવાર દેબરાજ અને માઈકલ્સની જર્નીને ઈન્સ્પિરેશન તરીકે લઈ શકો છો. ફિલ્મની વાત કરીએ તો આને અમિતાભ બચ્ચનના કરિયરની મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેમની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેના માટે તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમના અને રાની મુખર્જી સિવાય ફિલ્મની કાસ્ટમાં આયેશા કપૂર, નંદના સેન અને ધૃતિમાન ચેટર્જી સહિત અન્ય ઘણા સ્ટાર્સ સામેલ હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્રેમી એવોર્ડ્સ 2024 ભારતના સંગીતકારો અને ગાયકોએ ધૂમ મચાવી
Next articleબીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું