Home દુનિયા - WORLD વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ ભારતની અર્થવ્યવસ્થા 6.3%થી આંગળ વધવાની અનુમાન

વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ ભારતની અર્થવ્યવસ્થા 6.3%થી આંગળ વધવાની અનુમાન

35
0

(GNS),27

ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા હજુ ખતમ નથી થઈ કે ચીનમાં પણ મંદીના વાદળો મંડરાવા લાગ્યા છે. ચીનના રિયલ એસ્ટેટ સંકટને બેંકિંગ સેક્ટરને પણ તેની ચપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આ બધા વચ્ચે જ્યાં દુનિયાના 3 દેશો મંદીના સંકટ સામે ઝઝુમી રહ્યા છે. ત્યાં ભારતની ઈકોનોમી તેજ ગતિથી આગળ વધી રહી છે. વર્લ્ડ બેંક અને આઈએમએફ જેવી સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે ભારત 2023માં સૌથી વધુ ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની છે. જ્યારે ભારતની ઈકોનોમી આ વર્ષે 6.3%ની રફ્તારથી આગળ વધવાની આશા છે. સૌથી મોટા અર્થતંત્રવાળા દેશોમાં ભારતની ગતિ સૌથી વધુ રહેવાની આશા છે.. આ લિસ્ટમાં બીજુ નામ 6 ટકા ગ્રોથ રેટ સાથે બાંગ્લાદેશનું છે. જ્યારે ત્રીજુ નામ દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાનું છે. તેની ઈકોનોમી આ વર્ષે 5.6 ટકાની રફ્તારથી આગળ વધવાનું અનુમાન છે. ફિલિપિન્સની ઈકોનોમી 5.3 ટકાની રફ્તારથી આગળ વધી શકે છે.

આર્થિક મોરચે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ચીનની ઈકોનોમીની રફ્તાર આ વર્ષે પાંચ ટકા રહેવાનું અનુમાન છે. ઈન્ડોનેશિયા પણ આ જ રફ્તારથી આગળ વધી શકે છે. યુરોપનો બીમારુ ગણાતો તૂર્કીય ની જીડીપી રફ્તાર આ વર્ષે 4 ટકા રહી શકે છે. જ્યારે યુએઈ 3.4 ટકા, મેક્સિકો 3.2 ટકા અને બ્રાઝિલ 3.1 ટકાની ગતિથી આગળ વધી શકે છે.. વિશ્વની સૌથી મોટુ ઈકોનોમી ગણાતી અમેરિકાની ઈકોનોમી આ વર્ષે 2.1 ટકાની ગતિથી આગળ વધી શકે છે. જ્યારે યુક્રેન સાથે યુદ્ધમાં અટવાયેલા રશિયાની ઈકોનોમી 2.2 ટકાની રફ્તારથી આગળ વધી શકે છે. જાપાનની જીડીપી રફત્રા 2 ટકા, કેનેડાની 1.3 ટકા, ફ્રાંસની એક ટકા, સાઉદી અરબની 0.8 પરસેન્ટ, ઈટલીની 0.7 પરસેન્ટ અને યુકેની 0.5 પરસેન્ટ રહેવાની આશા છે. તો સૌથી ખરાબ સ્થિતિ આર્જેન્ટિનાની સામે આવી રહી છે. એક સમયે વિશ્વના વિકસીત દેશોમાં જેની ગણના થતી હતી તે આર્જેન્ટિનાની ઈકોનોમી નેગેટિવ 2.5 પરસેન્ટની ગતિથી આગળ વધવાની આશંકા છે. આ જ પ્રકારે એસ્તોનિયા, સ્વીડન, પાકિસ્તાન, જર્મની, લિથુઆનિયા અને ફિનલેન્ડની ઈકોનોમી પણ નેગેટિવમાં રહેવાનું અનુમાન છે. આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં આ વર્ષે જીડીપી વિકાસ દર નેગેટિવ 0.5 પરસેન્ટ રહેવાનુ અનુમાન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડિશામાં વંદે ભારત પર પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા
Next articleવડાપ્રધાન મોદીએ ‘મન-કી-બાત’માં મુંબઈ હુમલા અને બંધારણ પર કરી વાત