ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમે એક ઈનીંગ અને 64 રનથી ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવી
(જી.એન.એસ),તા.૦૯
મુંબઈ,
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘરઆંગણે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 4-1 થી ધૂળ ચટાડી છે. ભારતીય ટીમે સળંગ ચાર ટેસ્ટમાં જીત નોંધાવતા ઈંગ્લેન્ડ સામે ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે સિરીઝની અંતિમ ટેસ્ટમાં એક ઈનીંગ અને 64 રનથી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા સિરીઝના અંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સૌથી ટોચના સ્થાને વધુ મજબૂત કરી લીધુ છે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ધર્મશાળામાં રમાઈ હતી. જ્યા ભારતીય ટીમે એક ઈનીંગથી ઈંગ્લેન્ડને હાર આપી છે. ભારતીય સ્પીનરો અને બેટર્સે જબરદસ્ત પ્રદર્શન વડે ઈંગ્લેન્ડને ધર્મશાળામાં ધૂળ ચટાડી છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે ધર્મશાળામાં સદી નોંધાવી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે એક મેચ ગુમાવી હતી, જ્યારે અંતિમ ચારેય મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો હતો. આમ ભારતીય ટીમે પાંચમાંથી ચાર મેચમાં જીત નોંધાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડે શરુઆતની એક મેચમાં જીત મેળવી હતી. અંતિમ મેચ એટલે કે ધર્મશાળા ટેસ્ટમાં જીત સાથે ટીમ ઈન્ડિયાનું સ્થાન ડબલ્યુટીસીમાં વધારે મજબૂત થયું છે. અગાઉ ભારતીય ટીમના પોઈન્ટ 64.58 હતા, જે હવે 68.51 પોઈન્ટ થયા છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2024-25માં 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 6 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો વિજય નોંધાયો છે. જ્યારે ભારતીય ટીમની બે મેચમાં હાર થઈ હતી, જેમાંથી એક હાર ઈંગ્લેન્ડ સામે નોંધાઈ હતી. જ્યારે એક મેચ ડ્રો પર છૂટી હતી.
પોઈન્ટ્સ ટેબલમાં નજર કરવામાં આવે તો ભારત બાદ બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડનું સ્થાન છે. કિવી ટીમ પાસે 60.00 પોઈન્ટ છે. કિવી ટીમ 5 મેચ રમીને 3માં જીત નોંધાવી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાએ 11 મેચ રમીને 7 ટેસ્ટમાં જીત નોંધાવી છે, જ્યારે 3 મેચમાં હાર મળી છે. બાંગ્લાદેશ 2 ટેસ્ટ મેચ રમીને એકમાં જીત અને એકમાં હાર મેળવી છે. પાકિસ્તાન પાંચમાં સ્થાને છે. જેણે 5માંથી 2માં જીત અને 3માં હાર મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠા સ્થાને છે અને 4 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી શક્યુ છે. દક્ષિણ આફ્રિકા 7માં સ્થાન પર 4માંથી એક મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડિઝથી એક સ્થાન પાછળ છે. ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો, હવે 8માં ક્રમે પોઈન્ટ ટેબલમાં ટીમ સરકી ચૂકી છે. ઈંગ્લીશ ટીમ 10માંથી માત્ર 3 મેચમાં જ જીત મેળવી શક્યુ છે. જ્યારે 6 હાર મેળવી છે. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. આમ ઈંગ્લેન્ડ માત્ર 17.5 પોઈન્ટ સાથે તળીયા પર પહોંચ્યું છે. શ્રીલંકા સૌથી અંતિમ સ્થાન પર છે, જે 2 ટેસ્ટ મેચ રમીને બંનેમાં હાર મેળવીને શૂન્ય પોઈન્ટ ધરાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.