Home રમત-ગમત Sports વર્લ્ડ કપ ટીમમાં સામેલ નહીં કરાતા બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટને ક્રિકેટ બોર્ડ સામે...

વર્લ્ડ કપ ટીમમાં સામેલ નહીં કરાતા બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટને ક્રિકેટ બોર્ડ સામે બળાપો ઠાલવ્યો

55
0

(GNS),28

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ યૂ-ટર્ન લેનાર બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલે વર્લ્ડ કપ ટીમમાંથી તેને પડતો મુકવાના મામલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સામે બળાપો ઠાલવ્યો છે. ઓપનિંગ બેટ્સમેન તમિમે આને ગંદી રમતનો ભાગ ગણાવ્યો હતો. તમિમે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, ક્રિકેટ સાથે સંકળાયેલા બોર્ડના ટોચના અધિકારીએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, જો હું વર્લ્ડ કપ રમવા માટે ટીમ સાથે ભારત જઈ રહ્યો છું તો મારે પીઠની ઈજાને સંભાળીને રમવું પડશે. પરિણામે મને 7 ઓક્ટોબરના અફઘાનિસ્તાન સામેની પ્રારંભિક મેચમાં નહીં રમવાની સલાહ આપવામાં આવી હતી. મે તેમને જણાવ્યું કે, હજુ મેચને 12-13 દિવસ બાકી છે અને હું ત્યાં સુધીમાં રમવા માટે સારી સ્થિતિમાં આવી જઈશ. તો મારે શા માટે ના રમવું જોઈએ?..

ત્યારબાદ બોર્ડના અધિકારીએ મને નીચેના ક્રમે બેટિંગ કરવા જણાવ્યું હતું. મારા મતે મને ઘણી બધી બાબતો બળપૂર્વક કરાવવા જણાવાઈ રહ્યું છે. આ તમામ વાતો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. મારી 17 વર્ષની કારકિર્દીમાં મને ક્યારેય આવો અનુભવ નથી થયો અને મેં નીચેના ક્રમે બેટિંગ કરી નથી. મે બોર્ડના ઉચ્ચ સભ્યને જણાવ્યું હતું કે, જો તમે આવું જ વિચારો છો તો મને વર્લ્ડ કપ રમવા ના મોકલો. હું કોઈ વિવાદમાં પડવા ઈચ્છતો નથી. હું આ ગંદી રમતનો ભાગ બનવાનું પસંદ નહીં કરું. જુલાઈમાં તમિમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના સાથે મુલાકાત અને સમજાવટ બાદ તેણે નિવૃત્તિનો નિર્ણય પરત ખેંચ્યો હતો. 23 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં તમિમે 44 રન ફટકાર્યા હતા.

અગાઉ પીઠની ઈજાને પગલે તમિમે એશિયા કપ ગુમાવ્યો હતો. સ્થાનિક મીડિયાએ એક અહેવાલમાં તમિમને ટાંકીને જણાવ્યું હતું કે, ઈજાને પગલે તેણે પસંદગીકારોને વર્લ્ડ કપમાં ફક્ત પાંચ મેચ જ રમાડવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. જ્યારે ટીમ મેનેજમેન્ટે તેને સ્પષ્ટ જણાવ્યું હતું કે, સંપૂર્ણ ફિટ ના હોય તેવા ખેલાડીને તેઓ ટીમમાં સમાવેશ કરવા નથી ઈચ્છતા. તમિમે આ અહેવાલને ફગાવતા જણાવ્યું કે, મેડિકલ ડીપાર્ટમેન્ટનું માનવું છે કે જો મને આરામ આપવામાં આવે અને ઈંગ્લેન્ડ સામેની બીજી વોર્મ અપ મેચમાં રમાડવામાં આવે છે તો વર્લ્ડ કપની પ્રારંભિક મેચ અગાઉ મને તૈયારીનો પૂરતો સમય મળી શકે છે. મુખ્ય પસંદગીકાર મિન્હાજુલ આબેદિને પણ મે આવું નિવેદન આપ્યું હોવાના અહેવાલને રદીયો આપ્યો છે તેમ તમિમે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field