Home ગુજરાત વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર હાર્દિક પંડ્યા, મૂળ વતન વડોદરા...

વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર હાર્દિક પંડ્યા, મૂળ વતન વડોદરા આવતા આજે ખુલ્લી બસમાં શહેરવાસીઓનું અભિવાદન ઝીલશે

76
0

(જી.એન.એસ) તા. 15

વડોદરા,

વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર પ્લેયર હાર્દિક પંડયા, પોતાના મૂળ વતન વડોદરા આવી રહ્યા છે તેના માટે શહેરમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે. આજે (15 જુલાઇ) સોમવારના રોજ હાર્દિક પંડ્યા ખુલ્લી બસમાં શહેરવાસીઓનું અભિવાદન ઝીલશે. જેને લઇને ઓપન બસ વડોદરા આવી ગઇ છે.

આ સમગ્ર આયોજનમાં છેલ્લી ઘડીની તૈયારીઓને લઇને ટીમ રીવોલ્યુશનના ફાઉન્ડર અને રોડ શોના આયોજક સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, વડોદરા શહેરના નાગરીકોને કહેવાનું કે, જે કોઇ લોકો આવી રહ્યા છે, આપણે શિસ્તમાં રહેવાનું છે. પોલીસ-એસઆરપીની ટીમો અને અમારા વોલંટીયર્સ પણ હાજર રહેશે. સૌ કોઇને અમારૂ આમંત્રણ છે. આ આપણા વડોદરા શહેરના આન-બાન-શાન એવા ક્રિકેટર હાર્દિક પંડ્યા, જેમણે વર્લ્ડ કપની ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. છેલ્લા 6 મહિના તેમના ભયાનક કપરા રહ્યા છે. તેવી પરિસ્થીતીમાં ઉત્તમ પરફોર્મન્સ આપીને વર્લ્ડ કપ જીતીને વડોદરા આવી રહ્યા છે, વધુમાં તેમણે જણાવ્યું કે, આમાં દરેક લોકોની મહેનત અને સાથ સહકાર છે. તમામે એકબીજાનું ધ્યાન રાખવાનું છે. અલગ અલગ લોકો દ્વારા તેમનાથી થતી મદદ કરવામાં આવી છે. બસમાં હાર્દિક પંડ્યાના ફોટા, સ્ટીકલ લાગવાના છે. આજે રાત્રે 10 વાગ્યા સુધી બસ તૈયાર થઇ જશે. હું નિમિત્ત બની રહ્યો છે. જે કંઇ થઇ રહ્યું છે, તે અદભુદ થઇ રહ્યું છે. સમગ્ર વિશ્વ જોતું રહી જાય તેવું આપણે સ્વાગત કરવાનું છે.

થોડા દિવસ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. જે બાદ ટીમ ભારત પરત ફરતા તેમનું મુંબઇમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આવતી કાલે ક્રિકેટર હાર્દિક પંડ્યા વડોદરા પરત આવનાર છે અને ટીમ રીવોલ્યુશન દ્વારા તેઓના ભવ્ય રોડશોની તૈયારીઓ કરી દેવામાં આવી છે. માંડવીથી હાર્દિક પંડ્યા ખુલ્લી બસમાં સવાર થઇને લોકોનું અભિવાદન ઝીલશે. આ રોડ-શો વિવિધ વિસ્તારોમાં ફરીને અકોટા દાંડીયાબજાર બ્રિજ પાસે પૂર્ણ થશે. જેને લઇને શહેર પોલીસ દ્વારા જાહેરમાનું પણ બહાર પાડવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article15 જુલાઈ- વિશ્વ યુવા કૌશલ્ય દિવસ; કૌશલ્યવાન ગુજરાત:  વર્ષ 2024થી કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ
Next articleપ્રધાનમંત્રી મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા