Home રમત-ગમત Sports વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડીના બદલે બીજો ખેલાડી...

વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડીના બદલે બીજો ખેલાડી લેવાયો

30
0

(GNS),26

વર્લ્ડકપને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. વર્લ્ડકપની પહેલા ભારત તેની છેલ્લી શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે. આ શ્રેણીની પહેલી બે મેચ ભારતે આસાનીથી જીતી લીધી છે અને હવે ત્રીજી મેચ રાજકોટમાં રમાવાની છે. આ મેચ ગુજરાતમાં રમાવાની છે પરંતુ એક ગુજરાતી ક્રિકેટર જ આ મેચ ગુમાવે તેવી શક્યતા છે. ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં યોજાનારી IND vs AUS શ્રેણીની આગામી ત્રીજી અને અંતિમ ODI માટે અનુપલબ્ધ હોવાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. નડિયાદનાં ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ડાબા ક્વાડ્રિસેપ્સ સ્નાયુમાં સ્પ્રેઇનની સમસ્યા થઈ ગઈ હતી અને તેનાં આટલા દિવસ સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો ન હતો, જેના કારણે તે મેચ રમી શકે એવી હાલતમાં નથી લાગી રહ્યો એવા અહેવાલ મળ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ODIમાં તેની ગેરહાજરી અનુભવી ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે અશ્વિન છેલ્લા અઢાર મહિનાથી વન ડે ક્રિકેટમાં દૂર રહ્યા બાદ વાપસી કરી રહ્યો છે. તાજેતરમાં IND VS AUS સિરીઝની બીજી મેચ ( 2nd ODI ) માં તેણે સારી બોલિંગ કરી હતી. અશ્વિનના બોલિંગ પ્રદર્શને આ શ્રેણીમાં ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તે બે મેચોમાં 5.18 ના પ્રભાવશાળી ઇકોનોમી રેટ સાથે ચાર વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. ઈન્દોરની રમતમાં તેની ત્રણ વિકેટ ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરવામાં નિર્ણાયક સાબિત થઈ. એમાં પણ માર્નસ લાબુશેન સામે તેણે ફેંકેલો બોલ તો ચાહકોને યાદ રહી ગયો હતો.

World cup 2023 માટે અત્યારથી કોઈ આગાહી કરવી વહેલી ગણાશે કારણ કે એવા અહેવાલો છે કે અક્ષર પટેલ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો માટે પુનરાગમન કરવા માટે તૈયાર હોઈ શકે છે. જો કે ઇજાગ્રસ્ત ખેલાડીની આવી સ્થિતિ અજીત અગરકર અને તેની ટીમ સહિત પસંદગીકારો માટે પડકારજનક નિર્ણય ઉભી કરી રહી છે. રવિચંદ્રન અશ્વિનની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની શક્યતાઓ આશાસ્પદ દેખાઈ રહી છે, ત્યારે પસંદગીકારોએ હજુ રાજકોટની આગામી મેચમાં અક્ષર પટેલના સ્થાનને લઈને કોઈની જાહેરાત કરી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ અને આ વનડે સીરીઝની છેલ્લી મેચ રાજકોટમાં 27 સપ્ટેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ જીત્યા બાદ હવે આ શ્રેણીમાં મુલાકાતી ટીમને ક્લીન સ્વીપ કરવા ઉતરશે. પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવેલા સિનિયર ખેલાડીઓની ત્રીજી વનડેમાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. યુવા શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને શાર્દૂલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો હોવાના સમાચાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજે ફિલ્મની 6 વર્ષથી જોવાઈ રહી છે રાહ.. તે હવે આવવા માટે છે તૈયાર
Next articleWORLD CUP પહેલા ભારતીય ટીમમાં કેપ્ટન પણ બદલાયો