Home ગુજરાત વરસાદી કાંસની સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુંબઈથી મંગાવવા આવ્યું ખાસ મશીન

વરસાદી કાંસની સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુંબઈથી મંગાવવા આવ્યું ખાસ મશીન

21
0

(જી.એન.એસ) તા.૨૨

વડોદરા,

વિવિધ કાંસ ની સાફ સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ થી એક ખાસ આધુનિક મશીન મંગાવવામાં આવ્યુ છે. શહેરમાં વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાંસની કામગીરી કરવામાં આવી રહી હતી જેને લઈને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઇ રોડ પર આવેલ મહાનગર પાસે કાંસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાંસો આવી છે જ્યાં જે કાંસો પહોળા અને નેચરલ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાંસો એવી હતી જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગવવામાં આવ્યું હતું.

આ આધુનિક મશીન કાંસમા કચરો સાફ કરવા તથા ઘાસ જાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાંસોને સાફ-સફાઈ કરવા માટે વપરાતું હોય છે જ્યારે આજરોજ વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેસ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું હતું જ્યારે આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમા  મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે અને તેનો આજે ટ્રાયલ લેવામાં આવ્યો હતો આ મશીન 15 થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું હતું આ મશીન નું ભાડું દિવસ દરમિયાનનું 40000 રૂપિયા જેટલો ભાવ છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છ એટલે અંદાજે આઠથી નવ લાખ રૂપિયા જેવું 15 થી 16 દિવસની ચુકવણી કરવામાં આવશે અને 15 થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાચમાં તકલીફો પડી રહી છે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે અને અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં જ્યાં મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાને વસાવું કે નહીં જેને લઈને વધુ વિગતમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠામાં એટીએમ કાર્ડને બદલીને છેતરપીંડી કરતા આરોપીને પકડવામાં પોલીસને મળી સફળતા
Next articleઅરવલ્લીના માલપુર બસ સ્ટેશનમાં દેખાવ કરતા સફાઈકર્મીઓની અટકાયત