Home ગુજરાત ‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો પબ્લીસીટી સ્ટંટ-બાપુ માની ગયા..!?

‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો પબ્લીસીટી સ્ટંટ-બાપુ માની ગયા..!?

1628
0

(જી.એન.એસ.) ગાંધીનગર તા.19
ગુજરાતના રાજકારણમાં દમદાર નેતા શંકરસિંહ વાઘેલાનો 21 જુલાઇએ જન્મદિન છે ત્યારે તેમના પુત્ર મહેન્દ્રસિંહ કે જેઓ પિતાની મરજી વગર ભાજપમાં જતાં રહ્યાં તેમણે પોતાના પિતા નારાજ નથી અને બાપુ માની ગયા છે એવો જાહેરમાં દેખાડો કરવા મહેન્દ્રસિંહે જન્મોત્સવની જોહેરાત કરી છે. જો કે ખુદ બાપુ જ પોતાના જન્મદિને ગુજરાતમાં નથી ત્યારે પુત્ર તેમનો જન્મદિન કઇ રીતે ઉજવશે તેવા અનેક સવાલો વસંત વગડે અને તેમના સમર્થકોમાં સર્જાઇ રહ્યાં છે.
21 જુલાઇ શંકરસિંહબાપુના જન્મદિને પુત્ર મહેન્દ્રસિંહે સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ, ગાંઘીનગરના બેનર હેઠળ જન્મોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. એ જગ જહેર છે કે બાપુએ 7 દિવસમાં પુત્રને ખુલાસો કરવા નહીંતર રાજકીય સંબંધો પૂરા સમજોનું અલ્ટીમેટમ આપ્યું છે. કુંવરજી ફાવી ગયા અને હું રહી ગયોની હતાશ લાગણી અનુભવીને મહેન્દ્રસિંહે કેસરી ખેસ પહેરવામાં પિતાને પૂછવાની પણ તસ્દી ના લીધી તેનાથી તેના સમર્થકો નારાજ થયા છે. વર્તુળો કહે છે કે મહેન્દ્રસિંહને પ્રવેશ આપ્યા બાદ તેમને ભાજપના વખારમાં મૂકી દેવાયા છે. કોઇ હોદ્દો-વોદ્દો અપાયો નથી. શંકરસિંહે કોંગ્રેસના 14 ધારાસભ્યો તોડ્યા છતાં ભાજપે તેમને હજુ રાજકીય વળતર આપ્યું નથી ત્યારે પુત્રને શું મળશે, ક્યારે મળશે તેવા સવાલો થઇ રહ્યાં છે.
વર્તુળોએ કહ્યું કે પોતાના જન્મદિને ખુદ શંકરસિંહ ગાંધીનગર ગુજરાતમાં નથી ત્યારે મહેન્દ્રસિંહ કઇ રીતે, શું માત્ર બેનર પકડીને જન્મોત્સવ ઉજવશે? આ તો વરરાજા વગરની વગરની જાન જેવું થવા જઇ રહ્યું છે અને મહેન્દ્રસિંહ સમર્થકોમાં હાંસીને પાત્ર બની રહ્યાં છે. વૃક્ષારોપણ કાર્યક્રમાં મહેન્દ્રસિંહે ભાજપના નામનું એક વૃક્ષ રોપીને આ રોપો અને તેમને ભાજપમાં મળનાર(?) હોદ્દો એ બેમાંથી કોણ જલ્દી મોટો થાય છે તેની તુલના કરવી જોઇએ. તેઓ ભાજપ અને સમર્થકોને જન્મોત્સવના બહાને એવો સંદેશો આપવા માંગે છે કે સબ સલામત છે, બાપુ માની ગયા છે ,કોઇ નારાજગી નથી. પણ બાપુ ક્યાં છે?!

Previous articleબે વર્ષ બાદ તુર્કીમાંથી ઉઠાવી લેવામાં આવી ઇમરજન્સી
Next articleઆજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા : સરકાર-વિપક્ષની અગ્નિપરીક્ષા