પાટડીમાં રહેતા અને વર્ષોથી સમાજસેવાનું કાર્ય કરતા મીનાબેન દેસાઈ તથા રૂપલબેન પંચાલ દ્વારા એક અજાણી બહેન જે પાટડી તાલુકાના વણોદ ગામે છેલ્લા ઘણા દિવસથી રહેતી હતી. આ બહેનને અજાણ્યા શખ્સો ખોટી રીતે દૂરઉપયોગ કરતાં હોવાની જાણ વણોદ ગામમા રહેતા સેવાભાવી યુવાન ઈમરાન કલાલ તથા કરણ બારોટને આ વાતની જાણ થતા એમણે પાટડીમા રહેતા અને સેવાકીય પ્રવૃત્તિ કરતા મીનાબેન દેસાઈનો સંપર્ક કરતા આ બહેનને પાટડી મુકામે લાવવામાં આવી હતી.
પાટડીના મહિલા સામાજિક કાર્યકરો મીનાબેન દેસાઇ અને રૂપલબેન પંચાલ દ્વારા સૌ પ્રથમ આ મેલીઘેલી અસ્થિર મગજની મહિલાને સૌ પ્રથમ નવડાવી અને તૈયાર કરીને નવા કપડા પહેરાવી તથા જમાડીને ગુજરાન સરકારની મહિલા માટે કામ કરતી અભયમ ૧૮૧ને બોલાવીને સોપવામાં આવી હતી.
જેમાં આ બહેન પોતાનુ નામ દયાબેન તથા ગામનુ નામ ઉનાવા બોલતા હતા. જ્યારે આ બહેનની ઉંમર આશરે પાંત્રીસથી ચાલીસ વર્ષની છે. વધુમાં આ સેવાકીય પ્રવૃત્તિમાં પાટડી નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નવધણભાઈ ખાંભલા તથા નગરપાલિકાના સદસ્ય ભરતભાઈ ઝીંઝુવાડીયા, યુવા મોરચાના પ્રમુખ નરેન્દ્ર ગઢવી અને પ્રફુલભાઈ દવે સહિતના યુવાનોએ આ સેવાકીય પ્રવૃત્તિમાં ખુબ સહયોગ આપ્યો હતો.
પાટડીના વણોદમાં એક યુવાને પોતાના મિત્ર સાથે મળીને અસ્થિર મગજની મહિલાએ અસામાજિક તત્વોના ચુંગાલમાંથી બચાવી ૧૮૧ અભયમને સોંપી હતી. જેમાં પાટડીના મહિલા સામાજિક કાર્યકરોએ એને તૈયાર કરીને એનું કાઉન્સલિંગ કરતા મહિલાનું નામ દયાબેન જે ઉનાવા ગામની હોવાનું જાણવા મળ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.