(GNS),22
સુરેન્દ્રનગરના વઢવાણ GIDC વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉદ્યોગકારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. GIDCમાં 500 એકમના 27 હજારથી વધુ કર્મચારીને પ્રાથમિક સુવિધાઓ ન મળતા પરેશાન છે. રસ્તા, સ્ટ્રીટ લાઈટો, પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી ઉદ્યોગકારોને નુકસાન થઈ રહ્યું છે. મુખ્ય રસ્તાઓ પર 10થી 15 ફૂટના ખાડા પણ પડ્યા છે. ત્યારે, અનેકવાર રજૂઆત છતાં કોઈ નિવેડો ન લવાતા રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ પ્રાથમિક સુવિધા ન મળે તો ટેક્સ નહીં ચૂકવવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.જેના પગલે દુધરેજ, વઢવાણ, જોરાવરનગર સહિતના વિસ્તારમાં વિજળીના ચમકારા અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ સતત વરસાદને કારણે કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. જેને કારણે ખેડૂતોની ચિતામાં વધારો થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.