Home ગુજરાત વડોદરા શહેરમાં ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ લઈ જતી વખતે બે જૂથ વચ્ચે...

વડોદરા શહેરમાં ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ લઈ જતી વખતે બે જૂથ વચ્ચે થયો પત્થરમારો : 13 લોકોની અટકાયત કરી

41
0

વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો કર્યો તેમ પોલીસ અધિકારીઓએ મંગળવારે, 30 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ.

સોમવારે મોડી રાત્રે ફાટી નીકળેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી તેમ વધુમાં જણાવ્યુ હતુ.

બનાવી વિગત મુજબ વડોદરાના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં સોમવારે મોડી રાતે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પત્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી. જેના પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા.

બનાવની જાણ થતા પોલિસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાં કોમી છમકલુ સર્જાયુ હતુ પરંતુ પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

ગણેશ ઉત્સવના કારણે તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લાવવા માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૂર્તિને શાંતિપૂર્ણ રીતે પંડાલમાં લઈ જવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના સભ્યો સામે રમખાણો અને ગેરકાનૂની રીતે ભેગા થવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ સોમવારે મોડી રાત્રે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનને મારી નાખશે આ મોંઘવારી! : શું માનવામાં આવે ખરા કે ટામેટાં 500 અને ડુંગળી 400 રૂપિયા કિલો
Next articleસુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો