વડોદરા શહેરમાં સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં હર્ષ સંઘવી પણ દોડ્યા હતા. વિવિધ કેટેગરીની મેરેથોનમાં કુલ 92,600 દોડવીરોએ ભાગ લીધો હતો. 42 કિ.મીની કેટેગરીમાં 188 દોડવીરો સામેલ થયા. જેમાં ચાર ઇન્ટરનેશનલ દોડવીરનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં દસમી વખત યોજાઇ રહેલ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. હર્ષ સંઘવીનો જન્મદિવસ પણ અને તેઓ 5 કિલોમીટરની મેરેથોનમાં દોડ્યા હતા.
મેરેથોનમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 300 ટ્રાફિક જવાનો તૈનાત રહ્યા હતા. મેરેથોનમાં 92,600 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી 42 કિલોમીટરની કેટેગરીમાં 188, 21 કિલોમીટરની કેટેગરીમાં 1700 અને 10 કિલોમીટરની કેટેગરીમાં 4000 જેટલા દોડવીરો ભાગ લીધો. ત્રણ મુખ્ય કેટેગરીમાં 5700 જેટલા દોડવીરો ભાગ લીધો જયારે બાકીના દોડવીરો પાંચ કિલોમીટર કેટેગરીની મેરેથોનમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડોદરાના શહેરીજનોનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ અદમ્ય છે.
શિયાળાની આવી ઠંડીમાં હુંફાળી પથારીમાંથી બહાર નીકળવાનું મન ના થાય એવા સમયે આટલી મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લઇ રહ્યા છે, તે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના આવી મેરેથોન દ્વારા સાકાર થઇ રહી છે. તેમણે આ જ સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આવનારા દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
મેરેથોનમાં દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એસ્થેટિક પગ સાથે પણ કેટલાક રમતવીરો દોડ્યા તો કેટલાક દિવ્યાંગો ટ્રાઇસિકલ, કાંખઘોડી સાથે પણ દોડ્યા હતા. તેમનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય હતો. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ મહાદોડમાં સહભાગી બન્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.